________________
૯૪
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
આદર માટે ઉભા થાય છે. પરંતુ કાર્તિક શેઠ નિર્મલસમકિતી અને જિનધર્મમાં રક્ત હોવાથી પૂજા આદર વિગેરે કરતો નથી. તે દેખી ઈર્ષ્યારૂપી પવનથી ભડકે બળતાં ક્રોધાગ્નિથી પોતે ઘણોજ દાઝવા લાગ્યો. તેનાં ગુણથી રંજિત રાજાએ પગે પડી તેને પોતાનાં મહેલમાં પારણું કરવાનું આમંત્રણ આપ્યું. ઈર્ષ્યાવશથી તેણે કહ્યું જો કાર્તિક શેઠ મને પીરસે તો હું આવું ! ભક્તિવશથી પૂર્ણ ભરેલાં રાજાએ તે પ્રમાણે સ્વીકાર કર્યો.
રાજા સ્વયં કાર્તિકશેઠના ઘેર જાય છે ત્યારે અચાનક રાજાને જોઈ અભ્યુત્થાનાદિ કરી હાથ જોડી વિનંતિ કરવા લાગ્યો... હે સ્વામી ! સેવકને પણ અતિશય સંભ્રમ જગાડનાર એવું શું કારણ (કામ) આવી પડ્યું. આપ જલ્દી આજ્ઞા ફરમાવો. રાજા પણ તેનો હાથ પકડી કહેવા લાગ્યો કે હે સુંદર ! તારા ઘેર આવેલા એવા મારું એક વચન તારે કરવાનું છે. ‘પારણું કરવા મારે ધેર આવેલ (પરિવ્રાજક) ભગવાનને તારે જાતે પીરસવાનું છે.'' આ વાત કરી ત્યારે શેઠે કહ્યું મારે આ કલ્પે નહિ પણ તમારા ક્ષેત્રમાં જે વસે તેને તમારો આદેશ કરવો જોઈએ. એટલે હું આ કરીશ. જ્યારે શેઠ પીરસવા લાગ્યો ત્યારે પરિવ્રાજક આંગળી નાકે લગાડીને તે શેઠની તર્જના કરવા લાગ્યો. ત્યારે શેઠ મનમાં ઘણો દુઃભાયો અને શેઠે વિચાર્યુ. ‘ગંગદત્તને ધન્ય છે કે તેણે તે વખતે જ દીક્ષા લઈ લીધી.’ ‘“ગંગદત્તની જેમ મેં પણ પહેલાં દીક્ષા લીધી હોત તો આ અન્યદર્શનીઓને પીરસવું વિ. ની વિડંબના ન થાત.'' આવા ચિંતાતુર શેઠ પાસે થી જમીને હષ્ટ પુષ્ટ, સન્માન પામેલ, પરિવ્રાજક રાજમહેલ થી નીકળી ગયો.
શેઠે પણ ઘેર જઈ મોટા પુત્રને પોતાનાં સ્થાને સ્થાપી વ્યાપારીઓને કહ્યું કે ‘‘હું તો દીક્ષા લેવાનો છું. તમે શું કરશો ? અમે પણ તમને અનુસરનારા છીએ. અમારે બીજું કોણ આધાર છે ?' શેઠ - જો એમ હોય તો પોતપોતાના પુત્રને ઘરબાર સોંપી દીક્ષા લેવા તૈયાર થાઓ.
એટલામાં ત્યાં તો મુનિસુવ્રતસ્વામી પધાર્યા. ત્યારે હર્ષથી રોમાશ્ચિત શરીરવાળો હજાર વ્યાપારીને કહેવા લાગ્યો કે ભો ! આપણા પુણ્યપ્રભાવે આજે આપણાં મનોરથો પૂરા થયા. ત્યારે સર્વસામગ્રી તૈયાર કરી એક હજાર વ્યાપારીઓ સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઉદાર તપ કરી અંતે જિનેશ્વરની અનુજ્ઞા લઈ અનશન કરી કાયા છોડી સૌધર્મ દેવલોકે સૌધર્માવતંસક વિમાનમાં બત્રીસલાખ વિમાનનાં સ્વામી સૌધર્મેન્દ્ર તરીકે ઉપન્યો.
એકાવતારી હોવાથી ત્યાંથી આવી મોક્ષે જશે. પરિવ્રાજક પણ મરીને