SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ગાથાર્થ : રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, દેવાભિયોગ, કાંતારવૃત્તિ અને વડિલોનો આગ્રહ આ છ આગાર જિનશાસનમાં દર્શાવેલ છે. રાજાની આજ્ઞાથી અકથ્ય પણ આચરતા સમકિતમાં અતિચાર ન લાગે કારણ કે આગાર રૂપે હોવાથી તેમ કરવાની છુટ છે. અહિં તેનાં ઉપર કાર્તિક શેઠનું દ્રષ્ટાન્ત કહે છે. અભિયોગ એટલે પરવશતા. કાર્તિકશેઠની કથા આ ભરતક્ષેત્ર ના કુરુક્ષેત્રમાં હસ્તિનાપુર નગર છે. ત્યાં પોતાના પ્રતાપથી જેણે અભિમાની રાજાઓને પરાસ્ત કરી દીધા છે અને સમસ્ત સગુણરૂપી રત્નનો સાગર એ જિતશત્રુ નામે રાજા છે. ત્યાં એકહજાર વ્યાપારીઓનો સ્વામી જીવાદિ તત્વને જાણનાર કાર્તિક નામે શેઠ છે. તેને દેવ પણ જિનશાસન થી ચલિત ન કરી શકે એવો તે દ્રઢ સમકિતધારી છે. અને સંવેગથી ભાવિત છે. તેવાજ ગુણવાળો બીજો ગંગદત્ત નામે શ્રેષ્ટિ છે. ત્યાં એક વખત કેવલજ્ઞાન ના કિરણ સમૂહથી ધરણિતલને ઉદ્યોદિત કરનારા, ગામ નગરાદિમાં વિચરતાં, શ્રમણસંઘથી પરિવરેલાં, ઈન્દ્રો પણ જેમનાં ચરણ ચૂમી રહ્યા છે એવા મુનિસુવ્રતસ્વામી પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું. પરમાત્મા તેમાં બિરાજમાન થયા. તેટલામાં તો સુરાસુરનર તિર્યગ્રોથી સમવસરણ (છલોછલ) હેકડેટેડ થઈ ગયું. ભગવાને પણ નૂતન વાદળા સરખા અવાજે ધર્મ દેશના આપી. તે સાંભળી ઘણાં ભવ્યજીવો પ્રતિબોધ પામ્યા. ત્યારે ગંગદત્ત શેઠ પણ ભવસમુદ્રથી ઉદ્વેગ પામ્યો. રોમાશિત દેહે જિનેશ્વરને વાંદી વિનંતિ કરવા લાગ્યો કે ભગવંત! જેટલામાં પ્રથમપુત્રને ઘરબાર સોંપે તેટલામાં આપની પાસે મોક્ષ સુખનો અથ હું પ્રવજ્યા ગ્રહણ કરીશ. મોડું ના કરીશ એમ જિનેશ્વરે કહ્યું છતે ઘેર જઈ પુત્રને પરિવાર સોંપી પાલખીમાં બેસી ઠાઠમાઠથી બનીઠનીને) પરમાત્મા પાસે જઈ દીક્ષા લઈ પોતાના શરીર ઉપર પણ અપેક્ષા વગરનો અને તપ વિશેષ અનુષ્ઠાનથી ઘાતકર્મ ખપાવી કેવલજ્ઞાન મેળવી કાયકવચને મુકી મોક્ષે ચાલ્યો ગયો. ત્યાં એક કષ્ટતર તપથી શુષ્ક અંગવાળો, પરિવ્રાજક આવ્યો. જે શાસ્ત્રમાં નિપુણ છે/શાસ્ત્રમાં દર્શાવેલ તપ વિશેષને કરનાર છે. લોકો તેની પૂજા કરે છે. અતિશય ગર્વને વહન કરતો તે મહીના-મહીનાના ઉપવાસ કરે છે. તેથી આખુંય નગર તેનું ભક્ત બની ગયું. અને નગરમાં ચાલે ત્યારે લોકો તેનાં
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy