________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ નિરાસ માટે “પરમાર્થ” વિશેષણ ગ્રહણ કર્યું. આ પ્રથમ શ્રદ્ધા સ્થાન.
સુદિઠભાવાણ” - યથાર્થ રીતે પદાર્થને જાણનાર સાધુઓની સેવા કરવી, તેનાથી પણ સમ્યકત્વની શ્રદ્ધા કરાય છે. સમ્યક રીતે પદાર્થ નહિં જાણનાર યતિનાં નિષેધ માટે “સુદષ્ટભાવ” વિશેષણ મુક્યું છે. એટલે અગીતાર્થ યતિની સેવાથી સમકિતની શ્રદ્ધા તો થતી જ નથી ઉલ્ટ તેની દેશના સાંભળવાથી બન્નેને અનર્થ જ થાય છે.
આનાથી વધારે દુઃખની વાત કઈ હોઈ શકે ? ધર્મસ્વભાવને નહિં જાણનાર મૂઢ જે અન્યને કુદેશના વડે કષ્ટતર પાપમાં પાડે છે.
વોડશક ગ્રંથમાં કહ્યુ છે કે... જે કારાગથી પરમ જ્ઞાનીઓએ અન્યસ્થાનમાં દેશના કરવી તેને પાપ કહ્યું છે. કારણ કે આ વિપરીત દેશના શ્રોતાને ઉન્માર્ગે લઈ જાય છે. સંસાર અટવીમાં દારુાગ ફળ આપે છે. •
વળી અગીતાર્થ દેશના યોગ્ય નથી કેમકે જે સાવઘ અને અનવદ્ય વચનોનો ભેદ જાણતો નથી તે બોલવા પણ સમર્થ નથી. તે દેશના કેવી રીતે કરી શકે ? લાખો ભવનું મંથન કરનારા, ભવ્યકમળોને વિકસિત કરનારા, જિનભાષિત ધર્મ યોગોહન કરેલા સાધુએ જ કહેવો જોઈએ.
સમકિત વમી ગયેલા નિન્દવો વિ. અને કુત્સિત સ્વચ્છન્દ પ્રરૂપણાવાળા યથાછન્દ વિ. ને દૂરથી ત્યજવા, તે પણ સમકિતની શ્રદ્ધા માટે થાય છે. કહ્યુ છે કે...
નષ્ટ દ્રષ્ટિવાળાનો સંગ કરવો યોગ્ય નથી. કારણ કે તેમનાં વચનો સાંભળવાથી તેમાં જ દ્રઢ અનુરાગ થાય છે. જેમ નિન્દવ વિ. ના શિષ્યો તેમાં જ અનુરાગ કરે છે. - તથા - એથી જ તેઓના ઉપાશ્રયમાં ભૂલના વશથી આવેલાં સાધુ તેઓની ધર્મકથા માં બળ હોતે છતે વિઘાત કરે = વાદ કરી નિરુત્તર કરે, શક્તિ ન હોય તો કાન બંધ કરી દે. કારણ કે તેઓનાં વચનો કર્ણમાં ધારવાથી સાધુ પણ મિથ્યાત્વ પામી જાય તો પછી ધર્મ અધર્મ ને નહિં જાણનાર નિર્બળ શ્રાવક શું ન પામે. એમ ચાર પ્રકારની શ્રદ્ધા કહી. ૧૧
હવે આગારનું વ્યાખ્યા કરતાં કહે છે... रायाभियोगो य गणाभियोगो, बलाभियोगो य सुराभियोगो । कंतारवित्ती गुरुणिग्गहो य, छच्छिंडियाओ जिणसासणम्मि ॥१२॥