________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ છે. ક્ષમા મહા-શ્રેષ્ઠ = આદરરૂપ છે. ક્ષમા મહા સત્ય છે. ક્ષમા એજ મહાબળ છે, ક્ષમા મહાઐશ્વર્ય છે, ક્ષમા એજ બ્રહ્મચર્ય છે, ક્ષમા મહાધર્મ છે, ક્ષમા એજ મોક્ષ છે. ક્ષમા એજ વિશ્વવંદ્ય છે, ક્ષમા સર્વ અર્થને સાધી આપનાર છે. ક્ષમા જગતમાં સર્વશ્રેષ્ઠ છે. ક્ષમા જગતનું હિત કરનાર છે, ક્ષમા કલ્યાણ ને આપનાર છે. ક્ષમા જગતમાં પૂજ્ય છે. ક્ષમા પરમ મંગલ છે. સમાજ સર્વ રોગને નાશ કરનાર સુંદર ઔષધ છે. ક્ષમા શત્રુનો નાશ કરનાર ચતુરંગ સૈન્ય સમાન છે. ઘણું કહેવાથી શું બધુ ક્ષમામાં જ છે. ઈત્યાદિ સર્વ ગુણો ક્ષમામાં રહેલાં છે આ પ્રથમ લિંગ થયું.
૨. સંવેગ :- મોક્ષાભિલાષ, સુરનર ના સુખને દુઃખરૂપે માનતા સંવેગથી મોક્ષને મુકી અન્ય કાંઈ માંગે નહિ.
૩. નિર્વેદ - સંસાર પ્રત્યે ઉદ્દેગ; કહ્યું છે કે તત્વને જાણતા હોવાથી મમત્વરૂપ વિષ વેગ રહિત હોવા છતાં જેણે અનુષ્ઠાન આચર્યા નથી તે આત્મા ચારગતિ રૂપ સંસારમાં દુઃખપૂર્વક વસે છે.
૪. અનુકંપા :- દુઃખી જીવોની દયા કરવી. કહ્યુ છે કે...
ભયંકર ભવસાગર માં દુઃખી પ્રાણીઓને દેખી સ્વપરનો ભેદ રાખ્યા વિના દ્રવ્ય અને ભાવથી પણ શક્તિ પ્રમાણે અનુકંપા કરવી.
૫. અસ્તિત્વભાવ :- એટલે જીવાદિ પદાર્થની વિદ્યમાનતા સ્વીકારે. કહ્યું છે કે... જે ભગવાને કહ્યું તેણે કાંક્ષા વિશ્રોતસિકા રહિત શુભ પરિણામથી નિશંક પણે સ્વીકારે. | ૧૦ |
હવે શ્રદ્ધાધારનું પ્રતિપાદન કરવા ગાથા કહે છે.
जीवाइवत्थूपरमत्थसंथवो, सुदिट्ठभावाण जईण सेवणा । दूरेण वावण्ण-कुदिट्ठिवज्जणा, चउबिहं सद्दहणं इमं भवे ॥११॥
ગાથાર્થ :- (૧) જીવાદિક પદાર્થને પરમાર્થથી જાણવા, (૨) સારી રીતે પદાર્થને જાણનારા યતિઓની સેવા, (૩) નષ્ટ દ્રષ્ટિવાળા, અને (૪) કુત્સિત દ્રષ્ટિવાળાથી દૂર રહેવું. એમ આ ચાર પ્રકારની શ્રદ્ધા હોય છે.
પરમાર્થથી જીવાદિ વસ્તુતત્વના વિસ્તારને જાણવાવાળો જીવ તે પદાર્થોમાં શ્રદ્ધા કરે, તેને નિશ્ચયથી સમકિત હોય છે.
કૌતુકથી મિથ્યાત્વીઓ પણ જીવાદિ પદાર્થોનો પરિચય કરે છે તેનાં