________________
નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ | આંગળીવાળો, મધુર અવાજ કરનારી ઘૂઘરીથી યુક્ત તેમજ ધૂળ વગરનાં દેવદૂષને ધારનારો તે દેવ ભૂમિએ મસ્તક લગાડી સૂરીશ્વર ના ચરણમાં પ્રણામ કરી કરકમલની કર્ણિકાના મુગુટને મસ્તકે લગાડી કહેવા લાગ્યો.
આજે આપે મિથ્યાત્વથી મુગ્ધ એવા મને દુઃખથી ભરપૂર પાર વગરનાં ભવસમુદ્રમાં ડુબતા બચાવ્યો અન્યથા નિયમા ડુબી જાત, એમ કહી અને જિનમંદિરમાં જઈ પ્રભુને નમસ્કાર કર્યા. અને જિનશાસન મહિમા કરી ભક્તિપૂર્ણ અંગવાળો, હાથ ઉછાળતો નાચવા લાગ્યો અને લોકો સમક્ષ કહ્યું કે ભવથી કરવામાં આ જિનધર્મ જ સમર્થ છે અને શિવવૃક્ષ નું સફળ બી છે. તેથી તે લોકો ! અહિં જ જાત્રા પૂજા કરો, અથવા ઘણું કહેવાથી શું ?
ત્યારે ઘણાં લોકોએ જિનધર્મ સ્વીકાર્યો. એ પ્રમાણે જિનશાસનનો જયજયકાર કરી તે દેવ ઉછળીને આકાશ માર્ગે દેવલોકમાં ગયો.
(જિનદાસકથા સમાપ્ત) માટે પ્રથમથી પાખંડીઓનો પરિચય ન કરવો. એ પ્રમાણે દૂષણવાર પુરું થયું. || ૯ |
લિંગ દ્વારા જણાવા ગાથા કહે છે. सुहावहा कम्मखएण खंती, संवेग णिव्वेय तहाऽणुकंपा । अस्थित्तभावेण समं जिणिंदा, सम्मत्तलिंगाइमुदाहरंति ॥१०॥
ગાથાર્થ : કર્મક્ષય કરી સુખને આપનારી ક્ષાાિ તે સમકિતનું લિંગ છે. તેમજ “સંવેગ નિર્વેદ અનુકમ્પા અને આસ્તિક્ય ને જિનેશ્વરે સમકિતના લિંગ કહ્યા છે.” સ્વભાવથી કર્મના અશુભ વિપાકને જાણી અપરાધી ઉપર ક્યારે ક્રોધ ન કરવો. તે ઉપશમ કહેવાય.
અન્તર્મુહુત માત્ર કષાય કરવાથી કોડાકોડી સાગરોપમ સુધી દુઃખ ભોગવવું પડે; એમ જાણીને સર્વ ગુણોનો આધાર હોવાથી ક્ષમાને સુખાવહ કહી છે.
કહ્યું છે કે... #ાનિ જ મહાદાન છે. ક્ષત્તિ મહાજ્ઞાન છે. ક્ષાન્તિ મહાતપ છે. ક્ષાન્તિ મહાશીલ છે. ક્ષમા એજ મહાન ઉત્તમકુલ છે. ક્ષમા જ મોટી શક્તિ છે. ક્ષમા જ મોટુ પરાક્રમ છે. ક્ષમાજ સંતોષ છે. સમાજ ઈન્દ્રિયોનો નિગ્રહ છે. ક્ષમા જ પવિત્રતા (શૌચ) છે, ક્ષમા જ મહાન દયા