________________
૧૮૮
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ દેવતાદિથી ઉપદ્રવ (વિરાધનાને) પામે છે.ઉન્માદ-મગજ ખસી જાય અથવા તો માંદગી લાંબો સમય આવે અથવા સર્વજ્ઞ પ્રભુએ પ્રરુપેલાં ધર્મથી ભ્રષ્ટ થાય છે.
ઉપદ્રવ પ્રસંગે મોટા પ્રયત્નોથી આદરથી મુકીને પેટી દાભડા વિ.માં પુસ્તકોનું રક્ષણ કરવું જોઈ.
अन्नेसिं भव्वसत्ताणं जहाथामं पगासए । सव्वं वावारमुज्झित्ता कुज्जा सज्झायमुत्तमं ॥६८॥
અન્ય ભવ્ય પ્રાણીઓને યથાશક્તિ સમજાવવું જોઈએ. ઘરનાં સર્વ કાર્ય (ગૌણકરી) છોડીને ઉત્તમ સ્વાધ્યાય કરવો જોઈએ. કારણ સ્વાધ્યાયથી પણ આગમની ભક્તિ થાય છે. તે ૬૮ છે.
જેથી કરીને શ્રાવક વર્ણકમાં કહ્યું છે તેનું વિવેચન કરવું. पुवरत्ताऽवरत्तम्मि चिंतेज्जा पणिहाणवं । भावेज्जा भावणासारं परं अप्पाणमेव य ॥६९॥
હે દેવાનુપ્રિય! પ્રવચનનો આ અર્થ છે પરમાર્થ છે. સામર્થ હોય તો રાત્રિના પહેલા અને છેલ્લા પહોરે આગમને ચિત્તમાં ધારી સમાધિવાળો સ્વપરની ભાવનાથી વિચારણા કરે પર-જડ પદાર્થ નશ્વર છે. આત્મા હું શાશ્વત છું જ્ઞાનાદિ ગુણવાળો છું. છતાં અત્યારે જડના રાગે જિન બની શકતો નથી. અનુપ્રેક્ષા પણ સ્વાધ્યાય છે. ઈત્યાદિ... / ૬૯
एयं जिणिंदागमपोत्थयाणं, किच्चं दिसादसणमेत्तमुत्तं । सुसावगो सासणभत्तिमंतो, करेज्ज णाऊण जहारिहं ति ॥७॥
એ પ્રમાણે જિનામના પુસ્તકો સંબંધી કર્તવ્યનું દિશાસૂચન કર્યું. આ કર્તવ્યોને જાણ સુશ્રાવકો શાસન પ્રત્યે હૈયામાં વસેલીભક્તિથી યોગ્યતા પ્રમાણે કરે છે ૭૦ ||
તૃતીય સ્થાન સંપૂર્ણ