________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૮૭ પુસ્તક વહોરાવવાની વિધિ વૃદ્ધ પુરુષોએ આ પ્રમાણે કહી છે.
આસન, વસ્ત્ર, પાત્ર વિ. મનને સુખકારી સર્વ સામગ્રી આપી હાથ જોડી એમ કહેવું જોઈએ હે પ્રભુ! દુઃખે પારપામી શકાય એવાં આસંસાર સમુદ્રમાં આપ નાવડી સમાન છો.માટે આ આગમ પુસ્તકના વ્યાખ્યાન દ્વારા મારા સર્વકર્મની નિર્જ કરાવો.
પુસ્તક દાન ઉપલક્ષણ છે.
જેથી કરીને ઉત્તમ કોટીના પાનાં સુંદર પત્ર, સારા ભોજપત્ર સુવિહિતસાધુઓને કાતર, લેખની, ખડિયો, વેટન, દોરી આપનારા જ્ઞાનનાં ફળને મેળવે છે. તે ક્યારેય નિષ્ફળ ન જાય. I૬૬ll
कुज्जागमविहाणेणं पोत्थयाणं च वायणं । उग्गहं च पयत्तेण कुज्जा सव्वण्णुसासणे ॥६७॥
આગમના વિધાન પ્રમાણે આગમ પુસ્તકો વાંચવા જોઈએ. અને સર્વજ્ઞ શાસનનો યત્નથી સ્વીકાર કરો.
આગમ વિહાગં - જે શાસ્ત્ર વાંચવાનો ગૃહસ્થને અધિકારહોય તેજ શાસ્ત્રતેઓ વાંચે નહિ તો આજ્ઞાભંગ અનવસ્થા-એક ને દેખી બીજો ત્રીજો એમ બધા વાંચવા માટે; તેથી વ્યવસ્થા (મર્યાદા) પડી ભાંગે. મિથ્યાત્વ વિરાધના વિ. મહાદોષ ઉભો થાય. આજ્ઞાભંગથી ધર્મનો પણ અભાવ થાય.
કહ્યું છે કે - આજ્ઞાથી જ ચારિત્ર ટકે છે. આજ્ઞાનો ભંગ થતા બધુનાશ પામે છે આજ્ઞાને ઓળંગનારો કોના આદેશને માનવાનો હતો?
તથા અધિકારીએજ ધર્મ કરવો અનધિકારીને આજ્ઞાભંગ થવાથી ધર્મદ્વારા દોષ જ ઉભા થાય. કારણ ધર્મ આજ્ઞાથી (પ્રતિબદ્ધ) વણાયેલો જ છે. આજ્ઞા અભાવે ધર્મ જ નથી.
અનવસ્થા :- એકે અકાર્ય કર્યું તેનો આધાર લઈ બીજો કરે. લોકો શાતા (અનુકુલતા)નાં રાગી હોવાથી બધા તેમ કરતા સંયમતપ પૂર્વક કૃતગ્રહણની પરંપરા ટુટી ભાંગે; તેથી સંયમ તપ પણ કોઈ ન કરે ?
કહેવા પ્રમાણે ન કરવાથી મિથ્યાત્વ લાગે છે.
જે કહેલા પ્રમાણે નથી કરતો તેનાથી બીજો કોણ મિથ્યાત્વી છે કારણ || કે તે બીજાને શંકા જગાડવાથી મિથ્યાત્વ ને વધારે છે.