________________
૧૮૬
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ जिणाणाबहुमाणेणं विहाणेणं लिहावए । पोत्थयाणि महत्याणि वत्थमाईहिं पूयए ॥६५॥
તઓ - પુસ્તકો જ્ઞાનનાં સાધન હોવાથી પ્રભુ આજ્ઞાની પ્રીતિથી વિધિપૂર્વક મહાઅર્થવાલા પુસ્તકો લખાવા જોઈએ. તેમજ વસ્ત્ર પોથી વીંટીયા પુષ્પ વિ. અષ્ટ પ્રકારથી તેમની પૂજા કરવી જોઈએ.
મહાઈ :- જેમાં થોડા શબ્દમાં ઘણું કહેવાય છે. પુસ્તકનું લેખન ઘણું ગુણકારી છે. તે આ પ્રમાણે છે.
જેઓ જિનેશ્વરનાં વાક્યોને લખાવે છે. તે માણસો દુર્ગતિને પામતા નથી. મૂંગા કે જડ બનતા નથી. તથા આંધલા કે બુદ્ધ (મૂર્ખ) થતાં નથી. જે ધન્ય પુરુષો જિનાગમનાં પુસ્તકોને લખાવે છે. તેઓ સર્વ સિદ્ધાન્તને જાણી નિઃસંદેહ સિદ્ધિ ગતિને પામે છે. ૬૫
આગમને પુસ્તકમાં લખાવીને શું કરવાનું તે જણાવે છે... गीयत्थाणं सुसीलाणं पगासिंताणमागमं । . विहाणेण मुणिंदाणं दाणं तत्तो निसामणं ॥६६॥
ગીતાર્થ સુશીલ તેમજ વિધિપૂર્વક આગમનું વ્યાખ્યાન કરનારા. મુનીન્દ્રોને આગમ ગ્રંથ આપી તેમની પાસે આગમ સાંભળવું.
ગીતાર્થ :- સૂત્રને કંઠસ્થ કરવા પૂર્વક અર્થનો જાણકાર, સુશીલ શુદ્ધ ચારિત્રવાળા ગુણધારી હોવાથી તેઓ જ યોગ્ય છે.
કહ્યું પણ છે કે - જ્યાં સુધી નિર્મલ પ્રશસ્ત શીલ હોય ત્યાં સુધી સર્વ સંપદા હાથમાં જ છે. પણ જો મોહથી તેને છોડી દે કે ભાંગી દે તો દોષ રૂપી કાગડાના આવાસવાળા લીમડા (ઝાડ) રૂપે બની જાય છે.
વ્યાખ્યા વિ. દ્વારા સિદ્ધાન્ત વિધિથી પ્રગટ કરવા
કહ્યું છે કે - અવિધિથી વ્યાખ્યા કરવાથી ઘણાં દોષ ઉભા થાય છે. કાચા ઘડામાં નાંખેલ પાણીને ઘડાને ખલાસ કરી નાંખે છે. એમ સિદ્ધાંતના રહસ્યો અપરિપકવ બુદ્ધિવાળો નાશ કરે છે. (ઘંટનું લોલક જેમ બંને બાજુ વાગે છે) તેમ કાગડાના આંખનો ડોળો બન્ને બાજુ ફરે છે. તેમ અગ્રેતન દાન પદમાં પણનો સંબંધ કરવો. મુનિવરોને સૂરીભગવંતોને પુસ્તકોનું વિધિથીદાન
કરવું.