________________
૧૮૫
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કારણકે વ્યાખ્યાનકાર પાસે શ્રવાણ વિ. અથવા તો તમામ અનુકાનોની પૂર્વે આની (મૂળસૂત્રની) જરુર પડે છે. - ત્યાર પછી સાંભળી સ્થાનને પૂંજી, બે આસન કરવા, એક ગુરુ માટે અને બીજું સ્થાપનાચાર્ય માટે, નિદ્રા વિકથા છોડી ત્રણ ગુમિથી ગુમ બની હાથ જોડી ભક્તિ બહુમાનથી ઉપયોગ પૂર્વક સાંભળવું. ગુરુ સામે બેસી, વિસ્મિત ચહેરે, હરખાઈને અને અન્યને હરખાવતાં એના શિષ્યો સારભૂત અર્થવાલા સુભાષિત વચનોને સાંભળે - પ્રથમ મૌન રહીને સાંભળે. બીજીવાર હુંકારા ભરે, ત્રીજી વખતે હોં ! આ એમજ છે એમ પ્રશંસા કરે, ચોથી વેળાએ પૂર્વાપર સૂત્રનો અભિપ્રાય જાણીને પૂછે, પાંચમી વેળાએ સાચું છે કે ખોટું એ વિચારે. છઠ્ઠીવેળાએ ઉત્તરોત્તર ગુણપ્રસંગ અને શ્રુતનો પાર પામે, સાતમી વેળાએ નિશ્ચિતાર્થ બને. ગુરુની જેમ પુરેપુરું સમજાવતો થાય છે.
સાધુ તે સુતીર્થ રૂપે છે કારણકે તેનો આશ્રય લેવાથી સહેલાઈથી મૃતસાગરમાં અવગાહન કરી શકાય છે. માટે તેની પાસે આગમ સાંભળવાનું કહ્યું છે. જિનશાસનમાં એકબીજાને બાધા ન પમાડે તે રીતે દુઃખના નાશ માટે પ્રયોગ કરાતો દરેક યોગ (અનુષ્ઠાન) અવિરુદ્ધ અસાધારણ થાય એ પ્રમાણે કરવું જોઈએ. ૬૩
ગાથા દ્વારા આગમનાં સાધનોને બતાવે છે. सुप्पसण्णा जिणाणाए कारणं गुरुणो परं । पोत्थयाणि य णाणस्स संपयं साहणं तओ ॥६॥
જિનાજ્ઞા પ્રમાણે સુપ્રસન્ન ગુરુ જ્ઞાનનું પ્રધાન કારણ છે અને આ દુષમકાળમાં પુસ્તકો જ્ઞાનનું સાધન છે.
સુપ્રસન્ન ગુરુ શ્રુત આપે છે કહ્યું છે કે - વિનયથી નમેલાં હાથ જોડી ગુરુની ઈચ્છાને અનુસરનારા શિષ્યોને ગુરુ ઘણું શ્રુત જલ્દી આપે છે. - જિગાણાએ - તીર્થકરના ઉપદેશ પ્રમાણે “વિનીત શિષ્યોને શ્રુત આપવું” આવી જિનાજ્ઞાથી યથાવત્ (બરાબર) શાસ્ત્રાર્થને જાણનારા તે ગુરુ તેઓ જ્ઞાનનું પ્રધાન કારણ છે. જેમાં જિનાગમ લખેલા હોય તેવા પાનાનો સમૂહ તે પુસ્તક. આ પુસ્તકો દુષમકાલમાં શ્રુતજ્ઞાનનાં સાધન છે. તેઓ તતઃ પદ ઉત્તર શ્લોક સાથે સંબંધ માટે છે. I૬૪