________________
૧૮૪
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ગિરી નદી વન કુંજ મશાન વિ. માં સંતાડેલુ ચોરેલું સર્વ ધન બતાવ્યું. અભયકુમારે જેનું જેનું હતું તેને આપ્યું. હિરોય પણ પોતાનાં માણસોને વસ્તુસ્થિતિ જણાવી. તેઓને પ્રતિબોધી પ્રભુ પાસે આવ્યો. શ્રોણીક મહારાજાએ તેનો દીક્ષા મહોત્સવ કર્યો. અને વિધિપૂર્વક દીક્ષા લઈ વિશેષ સંવેગના લીધે ઉગ્ર તપ કરવા લાગ્યો.
રોહિણેય મુનિને ઉગ્રતપ - ક્યારેક છઠના પારણે છઠ, અઠમ, પાંચ ઉપવાસ, ચાર ઉપવાસ, આંબિલ, નીવી, ક્યારેક માસખમાગ, પાલખમણ, ક્યારેક બે માસ, ત્રણ માસ, ચારમાસ, પાંચ માસ, છ માસી ના ઉપવાસ કરે છે. વળી એકાવળી વિ. તપ કરે છે. આવો ઘોર તપ કરવા સાથે શિયાળામાં ઠંડીને, ઉનાળામાં ગર્મીને સહન કરે છે. અને વર્ષાકાલમાં ઢંકાયેલા સ્થાને રહે છે. તેનાં લોહી માંસ સુકાઈ ગયા છે. એવા રૂમ શરીરવાળો હોવા છતાં તપના તેજથી દીપી રહ્યો છે. સદા ગુરુ આજ્ઞાને વફાદાર રહેનાર રોહિામૈયનો અંતકાલ આવી ગયો. ત્યારે વીરપ્રભુને પૂછી સંખના કરી ઉચ્ચકોટિના ભાવવાળો તે ગીતાર્થ સાધુઓ સાથે પર્વત ઉપર જઈ શુદ્ધશિલા ઉપર વિધિપૂર્વક પાદપોયગમન અનશન સ્વીકારી જિનેશ્વર સિદ્ધભગવંત વિ.ને મનમાં ધારી સ્થિર રહ્યો. શરીર છોડી સ્વર્ગમાં ઝગમગતા શરીરવાળો દેવ થયો. ત્યાંથી આવી મનુષ્યપણામાં ઉંચી કોટીની સમૃદ્ધિ અને ધર્મ પ્રાપ્ત કરી દેવ થશે. એમ દેવપણું, મનુષ્યપણું, પ્રાપ્ત કરી અનુક્રમે શિવસુખને પામશે.
“રોહિગૅય કથાનક સમાત” આ આગમ મહાપ્રભાવવાળો હોવાથી. विहीए सुत्तओ तम्हा पढमं पढियव्वओ । सोचा साहुसगासम्मि कायव्वो सुद्धभावओ ॥६३॥
વિધિપૂર્વક મૂળપાઠ (સૂત્રથી) પહેલાં ભણવું પછી સાધુ પાસે સાંભળી તેમાં ઉપદેશેલાં અનુષ્ઠાનોને શુદ્ધ ભાવથી કરવા જોઈએ.
વિધિ - વાચનાની ભૂમિ પૂંજવી, વાચનાચાર્યનું તથા સ્થાપનાચાર્યનું આસન પાથરવું, યોગ્ય કાલનું નિવેદન કરવું. યોગ્યકાલે વિનયથી બહુમાન થી, ઉપધાનથી, ગુરુને ઓળંગ્યા વિના સ્પષ્ટ અને શુદ્ધ (યથાવસ્થિત) સૂત્ર અર્થ અને બન્નેને ભાગવા એમ આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે. જ્ઞાનનાં અતિચાર લગાડ્યા વિના ભણવું. સૌ પ્રથમ પાદરૂપે (સૂત્રથી) આગમનો અભ્યાસ કરવો જોઈએ.