SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૮૯] ૧૮૯ "સાઘુકૃત્ય નામે ચોથું સ્થાન” | ત્રીજામાં પુસ્તકનું કર્તવ્ય પૂર્વે કહ્યું અને તેને સાધુ મુખથી સાંભળવું જોઈએ. અને તે સાધુઓને જ વહોરાવાના હોય છે. એથી સાધુ કૃત્યની પ્રરૂપણાં કરે છે. मुणीण णाणाइगुणालयाणं, समुहचंदाद्दनिदंसणाणं । जयं जया जाण जहाणुरूवं, तयं तया ताण तहा विहेह ॥७१॥ જ્ઞાનાદિ ગુણોનાં ભંડાર, અને જેમને સમુદ્ર-ચંદ્ર વિ.ની ઉપમા આપવામાં આવે એવાં મુનિ ભગવંતોને જ્યારે જે યોગ્ય હોય ત્યારે તે કરવું. ૭૧ શા માટે આપવું તેનો ઉત્તર કહે છે ? जं जोणिलक्खागहणम्मि भीमे, अणोरपारम्मि भवोवहिम्मि । कलालोलमाला व सया भमंता, दुक्खं व सोक्खं व सयं સદંતા છરા मणुस्सजम्मं जिणनाहधम्मं, लहंति जीवा खविऊण कम्मं । महाणुभावाण मुणीण तम्हा, जहासमाही पडितप्पियव्वं ॥७३॥ ચોરાશી લાખ યોનિથી ગહન, ભયંકર પારવગરનાં ભવસમુદ્રનાં તરંગોની જેમ સદા ભ્રમણ કરતા જાતે જ સુખ દુઃખ ઉમિયોને સહતા કર્મ ખપાવી જીવો મનુષ્ય જન્મ પછી જિનધર્મને પ્રાપ્ત કરે છે. માટે મહાનુભાવ મુનિઓને મનને સમાધિ રહે તે પ્રમાણે વિનય વૈયાવચ્ચ કરવા જોઈએ. I૭રા ૭૩ કર્મની પ્રધાનતાથી આનુપૂર્વીથી ક્યારેક શુદ્ધિ પ્રાપ્ત કરી જીવો મનુષ્ય પણું મેળવે છે. જેમ મોટા સમુદ્રમાં ચપલ તરંગથી પ્રેરિત સમોલ ચાલે,વળે સ્કૂલના પામે, દોડે છે આમ ભમતા ભમતા ત્રુટિયોગે અકસ્માતુ ફરીથી કેમે કરીને ધૂંસરીના છિદ્રને પામે છે. તેમ ભવસાગરમાં પડેલાને મનુષ્ય જન્મ દુર્લભ છે તેમાં પણ પછી કોઈક ધન્ય પુરુષ જ જિનધર્મને પામે છે. વસ્તુ સ્થિતિ આવી હોવાથી અચિન્ય શક્તિવાળા સાધુ ભગવંતોને સમાધિ રહે તે રીતે વિનય વૈયાવચ્ચાદિથી વિનય બહુમાન કરવું જોઈએ. | વિનયધર્મનું મૂળ હોવાથી વિનયને કહેવાની ઈચ્છાવાળા કહે છે કે મૂળમાંથી ૧ સમોલ = જોતરું ભરાવવા ધુસરીના છિદ્રમાં નાખવામાં આવતો લાકડાનો ખીલો.
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy