________________
૧૯૨
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
जहा जहा महाणम्मि आढिया होंति साहुणो । सव्वं सव्वपयत्तेण कुज्जा कायव्वयं तहा ॥ ७९ ॥
·
જે રીતે સાધુઓ મહાજન ને વિષે આદરવાળા થાય. તે રીતે સર્વ પ્રયત્નથી કરવું જોઈએ. ।।૭૯॥
गुणाणं बहुमाणेणं वण्णवायं वए फुडं । जहा गुणाणुरागेण लोगो मग्गं पवज्जई ॥८०॥
ક્ષમાદિ ગુણોની બહુમાન પૂર્વક સ્પષ્ટ રીતે પ્રશંસા કરવી જોઈએ. ગુણાનુરાગથી લોકો માર્ગને (જ્ઞાનાદિને) મેળવે છે.
સાધુઓનું દર્શન શ્રેષ્ઠ છે. સાધુઓ તીર્થ રૂપે છે. તીર્થ લાંબાકાલે પાવન બનાવે છે. ત્યારે સાધુ સમાગમ જલ્દીતારે છે. સાધુના દર્શન વંદનથી પાપો નાશ પામે છે. પદાર્થ વિષેની શંકા ટળે છે. પ્રાસુક દાન દેવાથી નિર્જરા થાય છે જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય છે. સર્વજ્ઞની પ્રાપ્તિ થાય છે. સર્વજ્ઞમતમાં જે પરિશુદ્ધ શુભ જ્ઞાનની (સુખની) ગતિ થાય છે. તેજ બોધિનું બીજ (કારણ)છે જેમ રોહિણૈય ચોરને થયું.
अहापवत्तसुद्धाणं संताणं फासुयाण य ।
एसणिज्जाण कप्पाणं तिहा वि विहिणा सयं ॥ ८१ ॥
પોતાના માટે તૈયાર કરેલ તેમજ નીતિથી મેળવેલા ધનથી બનાવેલ તથા ઘરમાં રહેલું અશનાદિ હોય; જીવ વગરનું હોય બેતાલીશ દોષથી શુદ્ધ હોય તેમજ સાધુને કલ્પ્ય હોય તેનું જાતેજ ત્રણ કરણની શુદ્ધિપૂર્વક દાન કરે. સ્વયં- પોતાના હાથે જે દાન આપ્યુ હોય તેજ ધનવાનનું ખરેખર ધન છે. માટે જાતે જ સાધુ મહારાજને વહોરાવું જોઈએ.”
સતાં ઘેર રહેલું જ આપવું અન્યથા ગામમાં પધારેલ-ભાઈમહારાજ માટે ગરીબ બહેન શેઠપાસે એક પલ તેલ પ્રતિદાનથી (ઉછીનું) લાવે છે. પણ પાછું આપવાની શક્તિ ન હોવાથી પલ પ્રમાણનું તેલ આટલું વધી ગયું કે તેણીને શેઠનો ઘેર નોકરાણી થવું પડ્યુ.આવી રીતે દોષનો સંભવ હોવાથી ઉછીનું લાવીને સાધુને ન વહોરાવવું.