________________
૧૯૩
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
काले पत्ताण पत्ताणं धम्मसद्धा-कमाइणा । असणाईण दव्वाणं दाणं सव्वत्थसाहणं ॥८२॥
અવસરે ઘર આંગણે પધારેલા વિશિષ્ટ ગુણવાળા સાધુ ભગવંતોને અનાદિ દ્રવ્યોનું કરેલું દાન સર્વ સિદ્ધિદાયક બને છે. અવસરે આપેલું ઘણાં ફળવાળું બને છે. કાળે આપેલ પદાર્થનું મોલ કરી શકાય તેમ નથી. અકાલે આપેલા તેનું (ભોજનનું) સાધુઓ ગ્રહણ કરે છતા તેવું ફળ મળતું નથી. કહ્યું છે કે – પત્તાણ-સુપાત્રામ-વેચવુ ખરીદવું વિ. આરંભ ક્રિયાથી નિવૃત થયેલ તેમજ બીજા પાસે આરંભ નહિં કરાવનાર ધર્મમાં પરોવેલા મનવાળાને ધર્માથિ ગૃહસ્થે દાન આપવું જોઈએ.
ધમ્મસદ્ધા-વિશિષ્ટ ભાવ ઉલ્લાસથી “અસણાઈણ - કહ્યું છે. શ્રાવકોએ અશન-ખાદિમ-સ્વાદિમ-પાન, યતિજનને હિતકારી એવા વસ્ત્ર-પાત્ર કાંબલી ઓઘો, વસતિ, પાટ ચારિત્રના વૃદ્ધિકારી અન્ય દ્રવ્યો પ્રીતિથી સાધુને વહોરવા, આવા ગુણવાળી વસ્તુ વહોરાવનારા ધન્ય છે. કહ્યું છે પ્રાયઃ ઉદ્યોગ સાથે કરવું કરાવવું અનુમોદવું ત્રણરૂપે શુદ્ધ છે. બેંતાલીસ દોષથી શુદ્ધ સ્વયં જાત માટે લાવેલું પાન વિ. વસ્તુઓથી અવસરે ઘેર પધારેલાં સાધુજનોને શ્રદ્ધાથી ધન્ય પુરુષો સન્માન કરે.
દાન સર્વ પ્રયોજન ને સિદ્ધ કરનાર છે.
કહ્યું છે કે - તરસ્યાને પાણી, ભૂખ્યાને ભોજન, માર્ગમાં રથ, થાક લાગતા શવ્યા. પાણીમાં નાવડી, રોગમાં અસરકારક દવા, વિદેશમાં મિત્ર, તાપમાં છાયા, ઠંડીમાં અવિ, ભયમાં રક્ષણ, અંધકારમાં પ્રકાશ; તેની જેમ સામે આવી પડતા ભયવાળા આ ભવ (સંસર) માં રખડતા પ્રાણિઓને દાન ચિંતામણી સમાન છે.
દાનભૂતને વશ કરે છે સૌભાગ્યને પ્રગટાવે છે. વિદ્ગોનો નાશ કરે છે. યશ ફેલાવે છે. સ્વર્ગ-મોક્ષને આપે. બીજુ પણ મનમાં જે જે છે તે બધુ દાન આપે છે. ત્રિભુવનમાં દાન સમાન અન્ય કોઈ ચિંતામણિ મણિ નથી.
આદિ શબ્દથી સૂચન કરાયેલી વસ્તુઓ ગ્રન્થકાર પોતે જ જણાવે છે. असणं खाइमं पाणं साइमं भेसहोसहं । वत्थं पडिग्गहं चेव रओहरण कंबलं ॥८३॥