________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૯૧ અને સ્વભાવથી સુંદર હોવું જોઈએ. તથા પૂર્વે બુદ્ધિથી વિચારી નિર્દોષ વચન બોલવું કહ્યું છે કે- બુદ્ધિથી જોઈ ઉભય લોકમાં નિર્દોષ વચન બોલવું કે જે સ્વ-પરને ક્યારેય પીડા ન ઉપજાવે. ૭૭ ! ૭૮ | - બીજી ભાષણ નિયા-વાણી સંબંધી વિનય ભિન્ન શ્લોક હોવાથી દોઢ
શ્લોકનો અર્થ થયો. પૂર્વાર્ધ કહ્યું હવે ઉત્તરાર્ધ કહે છે. - મનવિનય ને અર્ધાશ્લોકથી કહે છે
दुटुं चित्तं निरुंभेत्ता उदीरे कुसलं मणं ॥७८उ०॥
આૌદ્ર ધ્યાનથી મનને રોકી ધર્મ ધ્યાનમાં મનને જોડવું જોઈએ. જે કારણે કહ્યું છે કે.
આ સુંદર ચિત્તરૂપી રત્નની તું રક્ષા કર. કારણ કે આ શ્રેષ્ઠ અભ્યત્તર ધન છે.ધર્મ અધર્મ સુખ દુઃખ બધા આના આધારે રહેલા છે. જ્યારે આ નિઃસ્પૃહ થઈ બાહ્યભ્રમને છોડી સ્થિર બને ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થશે.
ભક્ત બની સ્તુતિ કરનાર અને ક્રોધે ભરાઈ નિંદાકરનાર આ બન્ને સામે આવે ત્યારે સમભાવવાળું ચિત્ત બનશે.તો તેને પરમ સુખ મળશે. સ્નેહ સભર સ્વજન અને અપકારી શત્રુઓ ઉપર તુલ્યભાવ જાગશે. ત્યારે પરમસુખ થશે. શબ્દાદિ ઈન્દ્રિયોનાં શુભ અશુભવિષયોમાં મનની રેખા ન ફરે ત્યારે પરમ સુખ થશે.
ગોશીર્ષ ચંદનનો લેપ કરનાર અને કરવતથી કાપનાર ઉપર ભેદભાવ નહિ રહે ત્યારે પરમસુખ. પાણી સમા સંસારી પદાર્થોથી ચિત્તકમલ નિર્લેપ બનશે ત્યારે પરમસુખ. સ્ત્રીઓનાં ઉત્તમ લાવણ્ય થી મનોહર અંગો દેખાય છતે ચિત્ત નિર્વિકારી રહેશે ત્યારે પરમસુખ થશે. અતુલ સત્વ દ્વારા અર્થકામ થી ચિત્ત હરીને ધર્મમાં રત બનશે ત્યારે પરમ સુખ.
રાજસિક તામસ ગુણોથી મુક્ત બનેલ ચિત્ત સ્થિર સમુદ્ર સમાન તરંગ વગરનું બનશે ત્યારે પરમ સુખ થશે. e તરંગ - નવી અસાર કલ્પનાઓ કરવી. મૈત્રી કારૂગ્ય માધ્યસ્થ અને પ્રમોદ ભાવનાથી ઉદાર બનેલું મન જ્યારે માત્ર મોક્ષના લક્ષ્યવાળું બનશે. ત્યારે પરમ સુખ થશે.
છેલ્લે ફરીથી મન શબ્દનું ગ્રહણ દુષ્ટ અદુષ્ટ એમ બે પ્રકારનું મનછે. તેનું સૂચન કરવા સારુ કર્યું છે. આ૭૮ ઈતિ ઉત્તરાર્ધ