________________
૩૪
નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ) વૃક્ષ ઉગતું નથી.
ત્યાં જુવેદ વિગેરેના પાઠક અગ્નિશર્મા નામે બ્રાહ્મણ છે. તેની જ્વલનશિખા નામે બ્રાહ્માણી છે. વિષયસુખ ભોગવતા તેમને એક પુત્રી થઈ. તેનું વિદ્યુપ્રભા નામ પાડ્યું. તે રુપાદિ ગુણથી મંડિત હતી. એટલે કે રૂપથી સુરાંગનાનો તિરસ્કાર કરનારી, ગતિ અને વચનથી શ્રેષ્ઠ હંસ જેવી, સૌમ્યપણાથી જાણે ચન્દ્રલેખા, ગૌરી નારીમાં સૌભાગ્યને શોભાવનારી, દક્ષા, વિનીત, ગુરુજન વિષે ભક્તિવાળી, સ્ત્રીયોગ્ય પ્રશસ્ત કલાગમથી યુક્ત, સત્યશૌચ અને શીલથી ભૂષિત સરલ સ્વભાવવાળી હતી, એટલે તે ક્યારે પણ વાંકી-કુટિલ બનતી ન હતી. તે આઠ વર્ષની થઈ એટલે તેની માતાએ રોગ જરા અને ફલેશરૂપી દાઢાથી ભયાવહ એવા મૃત્યુ મુખમાં પ્રવેશ કર્યો. તેથી તેણે જાતેજ બધુ ઘરનું કામકાજ કરવાનું ચાલુ કર્યું. તે સવારે ઉઠી ગાય દોહે, પછી છાણનું વિલેપન વિ. કરી કચરો કાઢે, ગાય ચરાવા જાય, વળી મધ્યાહ્ન કાળે આવીને ગાય દોહે અને બાપુજીને જમાડી જાતે જમે, પછી ગાય ચરાવા જાય, સાંજે પાછી ઘેર આવે, અને સંધ્યાકાળે સર્વે કાર્યો કરીને સુઈ જાય. એ પ્રમાણે દરરોજ ઘર કાર્યથી તે બાળા થાકી જતી. એક વખત ઘણી થાકી જવાથી લાજ મુકીને બાપુજીને પુનઃલગ્ન માટે કહ્યું, કારણ કે ઘરનું કામ કરતા મારું શરીર તૂટી જાય છે. ત્યારે પિતાએ “આ દીકરી ઠીક કહે છે” એમ વિચારી કોઈ સ્ત્રી સાથે લગ્ન કર્યા. પણ અપર માતા તો ઘરનો બધો ભાર વિદ્યુપ્રભા ઉપર મૂકી સ્નાન વિલેપન અને ટાપટીપમાં મસ્ત રહેવા લાગી. ત્યારે વિદ્યુપ્રભાએ વિચાર્યું સારું કરવા જતાં વધારે ખરાબ થયું. ત્યારે તે તો સવારે ઘરમાંથી નીકળે અને ભોજનવેળા વીત્યા પછી ઘેર આવે અને ઘેર જે કાંઈ વધેલું પડ્યું હોય તે જમી પાછી જંગલમાં જતી રહે છે અને છેક રાત્રે પાછી આવે. એમ પહેલાંની જેમ કલેશમાં દિવસો વીતાવતાં બાર વર્ષ થઈ ગયા. એક દિવસ ગાયોને ચરાવતા છાયાનો અભાવ હોવાઈ ઘાસ મળે સુઈ ગઈ.
એટલામાં ત્યાં કાળો ભમ્મર, મહાકાયાવાળો, રાતી આંખવાળો, ચપલ બે જીભવાળો, ફગાટોપવાળો, ઉતાવળી ગતિવાળો, ભયથી ડરેલો એક ઝેરી સાપ તેની પાસે આવ્યો.
તે સાપ નાગકુમારેન્દ્રથી અધિષ્ઠિત દેહવાળો હોવાથી મનુષ્યની ભાષામાં કોમલ વચનોથી તેને ઉઠાડવા લાગ્યો. તે ઉઠી ત્યારે સાપે કહ્યું કે વત્સ ! ભયભીત થયેલો હું તારી પાસે આવ્યો છું. કારણ કે દુષ્ટ ગારૂડિકો મારી પાછળ દોડી રહ્યા છે. તેઓના કરંડિયામાં પૂરાઈને ભેગોવળીને દુઃખી ન થાઉં. તે