________________
૩૫
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
માટે હે બાલા ! તારા ખોળામાં રાખી ઉપર વસ્ત્ર ઢાંકી ઘબરાયેલા એવા મારું રક્ષણ કર.
હે પુત્રી ! તું ચિંતા કરીશ નહિં. હું નાગકુમારથી અધિષ્ઠિત દેહવાળો છું. તેથી ગારુડિકોના મંત્ર દેવતાની આજ્ઞાઓ લંઘવા સમર્થ નથી. તેથી તું ડર નહિં મારા વચનને વિકલ્પ વિના કર. ત્યારે તેણીએ પોતાનાં ખોળામાં નાગને છુપાવ્યો. એટલામાં ઔષધિકંકણ હથેલીમાં ધારણ કરેલ ગાડિકો આવ્યા. અને તે કુમારીને પૂછ્યું અહીંથી સાપ જતો જોયો ? હું તો વસ્ત્ર ઢાંકીને સુઈ ગયેલી તેથી મને શા માટે પૂછો છો ? તેઓ બોલ્યા અરે ! આ બાલાએ જો નાગ દેખ્યો હોત તો સૂકતી મૂકતી ભાગી જાત ! તેથી ચાલો આપણે આગળ જઈએ. તેઓ આગળ પાછળ જોઈને ક્યાંય પણ તે સાપને ન દેખવાથી “અરે ! આપણા દેખતા જ તે કેવી રીતે ભાગી ગયો ?'' એમ આશ્ચર્યથી ખીલેલી આંખવાળા ગારુડિકો પાછા ફર્યા. અને બાલાએ સર્પને કહ્યું “તારા રાજાઓ ગયા તેથી બહાર નીકળ.' ત્યારે સાપનો અધિષ્ઠાયક નાગકુમાર દેવ પ્રત્યક્ષ થઈ સાપનું રૂપ આવરી દેવ રૂપે પ્રગટ થઈ બાલાને કહ્યું હે પુત્રી ! તારા આ અસાધારણ ઉપકારથી હું તુષ્ટ થયો છું. તેથી વર માંગો કે જેથી તે વરદાનને હું આપું. ત્યારે ચંચલ કુંડલ વિ. આભરણોથી શોભતા દેવને દેખી તે બોલી હે તાત! એ પ્રમાણે હોય તો મોટી છાયા કર. જેથી સુખેથી ગાયો ચરાવું. ગર્મીથી હું ઘણી પીડાઉ છું. દેવે વિચાર્યુ બિચારી ભોળી લાગે છે. તેથી હું તુષ્ટ થવા છતાં આવું માંગે છે. પણ આનો ઉપકાર કરું એમ વિચારી તેની ઉપર મોટો બાગ બનાવ્યો.
જે વિવિધ જાતનાં વૃક્ષ સમૂહવાળો, સર્વ ઋતુના ફળ આપનારો, સદા ફૂલના પરાગથી દિશાને સુગંધિત કરવાવાળો, મત્ત ભ્રમરાઓના ગુંજનથી વ્યાસ, ચારે બાજુથી સૂર્યતાપને રોકનારો, એવો મનમોહક બગીચો દેવે રચ્યો.
દેવે કહ્યું હે પુત્રી ! મહાપ્રભાવથી તું જ્યાં જઈશ ત્યાં ત્યાં તારી ઉપર આ બગીચો સમાઈને રહેશે. આપત્તિ સમયે મને યાદ કરજે. એમ કહી દેવ ગયો. તે પણ અમૃતફળના સ્વાદથી ભૂખ તરસ વિનાની ત્યાં જ રહી. એટલામાં રાત્રિ થઈ તેથી ગાયો લઈ ઘેર ગઈ. અને બગીચો પણ ઘર ઉપર રહ્યો. માતાએ ખાવાનું કહ્યું ત્યારે તે બોલી ભૂખ નથી. એમ જવાબ આપી સુઈ ગઈ. સવારે ગાયો લઈ વનમાં ગયી એ પ્રમાણે કેટલાય વર્ષો વીત્યા. એક વખત વિદ્યુત્પ્રભા જંગલમાં બગીચાની મધ્યે સૂતી હતી. ત્યારે