________________
૩૬
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ વિજય મેળવી પાટલીપુત્રનો રાજા જિતશત્રુએ તે બગીચો દેખો. અને મંત્રીને કહ્યું કે અહીં બગીચામાં પડાવ નાંખો. મંત્રિએ તહત્તિ કરી આંબાના ઝાડ નીચે રાજાનું સિંહાસન ગોઠવ્યું તેમાં રાજા બેઠો ત્યાર પછી ઉત્તમશોભાવાળા ચંચલ ઘોડોઓને શ્રેષ્ઠ વૃક્ષો જોડે બાંધ્યા. પલાણ વિ. શાખા ઉપર ટીંગાવ્યા. મોટા હાથીઓ વિ. મોટા વૃક્ષો જોડે બાંધ્યા. ઉંટ વિ. વાહનોને યથાયોગ્ય વૃક્ષ પાસે રાખ્યા. જ્યારે વિદ્યુ—ભા સૈન્યની છાવણીના અવાજ સાંભળી ઉંઘમાંથી ઉઠી આંખ ચોળી હાથી વિ. ને જોઈ ભયભીત થઈ દૂર ગયેલી ગાયોને વાળવા ભાગી. તો તે બગીચો ઘોડા વિગેરેની સાથે તેની જોડે ગયો. અરે આ શું ? તેથી રાજા વિ. લોકો સંભ્રમમાં પડ્યા અને ઉભા થયાં શું આ ઈન્દ્રજાલ છે ? એમ રાજાએ મંત્રીને પૂછ્યું ત્યારે મંત્રીએ જણાવ્યું હું માનું છું કે ઉઘમાંથી ઉઠી આંખો ચોળી ઉઠેલી બાલિકા ભાગી તેની સાથે આ બગીચો પણ ચાલ્યો. માટે આ બધો તે બાળાનો પ્રભાવ છે. આ બાલિકા દેવી નથી કારણ કે આંખો ચોળતી હતી. તેથી આ સાચે કોણ છે તે તપાસ કરું. “એમ કહી દોડીને પેલી છોકરીને બુમ પાડી, શું કહો છો ?” એમ બોલતી ઉભી રહી, તેની સાથે બગીચો પણ ઉભો રહ્યો. “અહીં આવ !” એમ મંત્રીએ બોલાવી મારી ગાય નાસી જાય છે. હું મંગાવી દઉં છું. અસવારો દ્વારા ગાયો મંગાવી કન્યા રાજા પાસે આવી ઉભી રહી. એની સાથે બગીચો પણ સ્થિર થયો. ત્યારે રાજાએ તેનો અતિશય દેખી સર્વાગ જોયા, કુંવારી જાણી, રાજાને અનુરાગ થયો અને મંત્રી રાજાનો ભાવ સમજી ગયો. તેણે વિધુત્વભા ને કહ્યું કે હે ભદ્રે આખી ધરતીનો નાયક, અનેક સામંતો જેનાં ચરણ ચૂમી રહ્યા એવા આ નરેન્દ્રને ભર્તાર તરીકે સ્વીકાર. હું સ્વતંત્ર નથી.
મંત્રીએ પૂછયું તું કોને આધીન છે. ?
હું મારા માં બાપને આધીન છું. એમ વિઘુપ્રભા બોલી, મંત્રી - તારો બાપ કોણ છે ? ક્યાં વસે છે. તેનું શું નામ છે ?” તે વિદ્યુપ્રભા બોલી આજ ગામમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ વસે છે. ત્યારે રાજાએ મહંતો ને કહ્યું કે “તમે ત્યાં જાઓ અને આ બાળાને વરીને આવો.” ત્યારે મંત્રી ગામમાં ગયો, અને અગ્નિશર્માના ઘરમાં પ્રવેશ કર્યો. તે બ્રાહ્મણે મંત્રીને આવતા દેખી ઉભા થઈને આસન આપ્યું, અને કહ્યું કે મારા લાયક કામ હોય તો ફરમાવો. મંત્રી - “શું તારે કોઈ દીકરી છે ?” અગ્નિશર્માએ હા પાડી, મંત્રી - “જો એમ હોય તો તારી દીકરી રાજાને આપ. અગ્નિશમ - “રાજાને