________________
૩૭.
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આપી જ દીધેલી છે. કારણ કે અમારા પ્રાણ રાજાને જ આધીન છે. તો પછી કન્યાનું શું પૂછવું ?'
મંત્રી - તો પછી રાજા પાસે ચાલો, ત્યારે અગ્નિશર્મા રાજા પાસે ગયો, આશીર્વાદ આપીને રાજાની નજીકમાં બેટો, મંત્રીએ બધી વાત કરી, ત્યારે રાજાએ વિચાર્યું, “જો મહોત્સવ પૂર્વક લગ્ન કરવા જઈશ તો ઘણો કાળ નીકળી જશે” આવા ભયથી રાજાએ ગાંધર્વ લગ્ન કર્યા. અને બાલાનું પૂર્વનામ પરાવર્તન કરી “આરામશોભા' એવું સાર્થક નામ પાડ્યું. અને અગ્નિશર્માને નિર્ધન જાણી બાર ગામ ભેટ આપ્યા. અને આરામશોભાને હાથી ઉપર બેસાડી બગીચો પણ તેનાં ઉપર સમાઈને સ્થિર રહ્યો. એ પ્રમાણે પોતાનાં મનોરથ પૂરા થતા રાજા હર્ષઘેલો બની ગયો. વળી આરામશોભાને મેળવી પોતાની જિંદગી ને સફળ માનવા લાગ્યો, અથવા તો શ્રેષ્ઠ રત્ન પ્રાપ્ત કરી કોણ તુષ્ટ ન થાય ? રસ્તામાં તેનું મુખકમલ જોવામાં મસ્ત બનેલો રાજા ચાલ્યો. અથવા તો મનોહર વસ્તુમાં નજર નિમગ્ન બને એમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી, એક તો સુંદર રૂપલાવણ્યવાળી છે. અને વધારામાં દેવ તેની સહાયમાં છે. આવી કન્યા રાજાને મોહ પમાડે બોલો ! તમે જ કહો એમાં આશ્ચર્ય જેવું છે જ શું ? અનુક્રમે પાટલીપુત્ર પહોંચતા રાજાએ આદેશ કર્યો કે..
હાટ હવેલીને શણગારો, સર્વ ઠેકાણે ધ્વજપતાકા ફરકાવો મંડ૫ વિથી આખાય નગરને શોભતું કરો. ઘણું શું કહું ? આજે વિશેષ પ્રકારે બધી સામગ્રીને તૈયાર કરો. કે જેથી ઠાઠમાઠથી દેવી સાથે નગરમાં પ્રવેશ કરું.
નગરજનોએ રાજાની સર્વ આજ્ઞાનું પાલન કર્યું છતે સ્થાને સ્થાને કૌતુક અને મંગલને પ્રાપ્ત કરી રાજાએ નગરમાં પ્રવેશ શરૂ કર્યો. (કૌતુક - નજર ન લાગે તે માટે કાળુ ધબ્બ, રક્ષાબંધન કરવું, કે સૌભાગ્ય માટે ધૂપ હોમ વિ. કરવા) ત્યારે કુતૂહલ પૂર્ણ સર્વ નગરજનો રાજા રાણીને જોવાની ઉત્કંઠાથી પોત પોતાનાં ઘેરથી આવવા માંડ્યા, પુરુષો રાજાને વખાણે છે, નારીઓ રાણીને. ત્યાં વળી કેટલાક યુવાનો કહેવા લાગ્યા કે આ રાજા પુણ્યશાળી છે, કે જેથી આ રાજાને ત્રણે લોકની સુંદરીઓના લાવણ્યને ઝાંખુ પાડનાર, સંસાર સુખની ખાણ, મહાપ્રભાવશાળી આ સ્ત્રીરત્ન પ્રાપ્ત થયું છે. વૃદ્ધો કહેવા લાગ્યા આ બધી પ્રાપ્તિ પૂર્વે કરેલ કર્મનું ફળ છે. માટે ધર્મ કરવો જોઈએ જેથી આ પ્રાપ્તિ થાય. “બાળકો પણ હાથી ઉપર ફળો દેખી બોલવા લાગ્યા અરર અહો! આ અનેક જાતનાં ફળો અમને કેવી રીતે મળશે ? કોઈક સ્ત્રી કહેવા લાગી