________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૨૧ જોઈ ખુશ થનારા દેવધરે કહ્યું અરે ! જલ્દી હાથી તૈયાર કરો જેથી પિતાજીની પાછળ પાછળ જાઉં સ્નાન કરી વિલેપન અને અલંકારથી સજેલા દેહવાળા ધોળાપુષ્પોથી શોભતો ઉચી કોલિટીના રેશમી વસ્ત્રોને ધારણ કરનારો, તડકાને રોકનાર છત્રવાળો યમ રાજાની જીભ સરખી તલવારવાળો દેવધર હાથી હોદે ચડી રાજા પાસે ગયો; તેને આવતો દેખી રાજા વિચારવા લાગ્યો હું ધન્ય છું કે મને આવો જમાઈ મલ્યો દેવશ્રીએ પૂર્વે સારા કર્મ કર્યા લાગે છે. જેના ભાગે આવો વર સાપડ્યો.
એ અરસામાં પગે પડી દેવધરે વિનંતી કરી... હે રાજન ! મહોન્મત્ત હાથીને છોડી શિયાળિયા ઉપર ક્યારેય સિંહ છલાંગ ન મારે, તેથી મને આદેશ આપો કે જેથી દુરાચારીને સબબ શિખડાવું/ શિક્ષા આપું. વળી હું વાણીયો છું; એમ માની તેણે મારો દેશ લુંટ્યો છે, તેથી મારે જ ત્યાં જવાનું હોય. હર્ષથી રોમાશિત શરીરવાળા રાજાએ કહ્યું હે વત્સ ! તું આવી વાત ના કર હું જાતે નહિ જાઉ તો મને સંતોષ થશે નહિં, એવું જાણી દેવધર મૌન રહ્યો તો મને સૈન્યના મોખરે રહેવાની અનુમતિ આપો, હે પુત્ર ! આ સારું નથી કારણ હું તારો વિયોગ સહી શકુ એમ નથી, અગ્ર સૈન્યતો સાત ગાઉ આગલ નીકળી ગયું છે. દેવધરે કહ્યું હું દરરોજ શીઘવાહનથી આપને પ્રણામ કરવા આવીશ. તેનો નિશ્ચય જાણી રાજાએ હાં કહી. સતત પ્રયાગ દ્વારા દેશની સંધિ પાસે પહોંચ્યાં. ગુપ્તચરો પાસે તે વાત જાણી શત્રુ રાજા બોલ્યો ! કે અરે, અમારી શક્તિને નહિં જાણનારા સેનાનાં મોખરે આવનાર તે નીચ જાતિના માણસને પકડો. એમ કહેતાની સાથે સઘળું સૈન્ય તૈયાર થઈ ગયું. લાંબુ વિચાર્યા વગરજ સૈન્ય સાથે ત્યાં આવ્યો તે દેખી દેવધરનું સૈન્ય જલ્દી તૈયાર થઈ યુદ્ધ કરવા લાગ્યું.
યુધ્ધનું વર્ણન.... ક્યાંક - રૌદ્ર તલવારથી કપાતા મનુષ્યના મસ્તકની ખોપરી ક્યાંક - મહાશયોથી નાચતા ઘડ દ્વારા વિવિધ જાતના નાટકો થાય છે. (થઈ
રહ્યા છે.) ક્યાંક - તીણ ભાલાથી ભેદાયેલ હસિકુંભથી મોતીનો સમૂહ ખરી રહ્યો છે. ક્યાંક - મુરથી ચૂર્ણ કરાયેલા સુભટો અને ભાંગેલા રથનો સમૂહ. ક્યાંક - લોહી રૂપ મધપાનથી ખુશ થઈ ડાકણો નાચી રહી છે. ક્યાંક - મનુષ્ય માંસને ખાનારા શિયાળિયાઓ અવાજ કરી રહ્યા છે.