________________
૨૨૦
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ઈચ્છિત વર મેળવીને સુખ ભોગવે એમ વિચારી રાજાએ મહિસાગરને કહ્યું આ દેવશ્રી ગુણરત્નના દરિયાં એવાં તમારા જમાઈને આપી. મત્રીએ કહ્યું મોટી મહેરબાની તેથી રાજાએ મોટા વિસ્તારપૂર્વક પાણિગ્રહાગ કરાવ્યું; ચારેને ઘરેણાં વિ. આપ્યા અને નરકેસરી શત્રુ રાજાની સીમા સુધીનો પ્રધાન દેશ આપ્યો. ત્યાં તેના વિષે દેવધરે પોતાના મહંતો- પ્રતિનિધિઓ ગોઠવી દીધા. અને પોતે રાજાએ આપેલા સર્વ સામગ્રીથી પૂર્ણ સાતમાળના મહેલમાં રહેલો પત્નીઓ સાથે દોગંદક દેવની જેમ વિષયસુખ અનુભવતો કાલ પસાર કરે છે.
આ બાજુ નરકેસરી રાજાએ સાંભળ્યું કે મારી સંધિનો દેશ પોતાના જમાઈ એક વાણીયાને આપી દીધો છે. ત્યારે ક્રોધાગ્નિની ફડફડતી વાલાથી ભયંકર મોઢાવાળો નરકેશરી રાજા પોતાના પરિજનને કહેવા લાગ્યો જુઓ તો ખરા... ભામંડલ રાજાની આપાગાં ઉપર કેવી તિરસ્કાર બુદ્ધિ છે. જેણે આપણા સંધિપાલક તરીકે ભિલ્લને સ્થાપ્યો છે. તેથી તે દેશને લુટી કાઢો જેથી ફરીવાર આવું ન કરે. બોલતાની સાથે આખોય દેવધરનો દેશ લુંટી કાઢ્યો અને ભામંડલ રાજાને આ જણાવ્યું. ત્યારે પરાભવથી ઉત્પન્ન થયેલા આમર્ષના વશ થી તેજ પળે રાજાએ પ્રસ્થાનની ભેરી વગડાવી ત્યારે રાજાના સૈન્ય નીકળવાનો આરંભ કર્યો.
નવા વાદળાની જેમ ગંભીર ગર્જનાથી આકાશ મંડલને ભરનારા સોનાનાં આભરણોથી વિજલીની જેમ ચમકનારા મદરૂપી પાણીને ઝરાવનારા હાથીઓ ચાલ્યા, મન અને પવન સરખી તેજ ગતિવાળા તીક્ષણ ખુરથી પૃથ્વીની રેતીની ઉખાડનારા કલાકાર મુખથી જોરદાર વેપારવ કરનારા ઘોડાઓ બહાર નીકળ્યાં; મગિરા (પૈડામાં ઘૂઘરી/ઝાલર) ના અવાજથી દિશાના આંતરા પૂરનારા વિવિધ ધ્વજપતાકાથી શોભતા સર્વજાતનાં હથિયારોથી ભરેલા ઉંચા રથો નીકળ્યાં, ગર્વિષ્ટ દુષ્ટ શત્રના સુભટોનો નાશ કરવામાં નામ મેળવનારા, તાન ચડાવનારા ચપલ પાયદળો નીકળ્યાં હાથીની ગર્જના, રથનો ઝાગકાર, ઘોડાનો વેપારવ, સુભટોનો સિંહનાદ તથા વાજિંત્રોના અવાજથી અચાનક આકાશ ફરવા લાગ્યું. ખળભળેલા સમુદ્રના અવાજ સરખો અવાજ સાંભળી દેવધરે કંચુકીને પુછયું “શું આભ ફટી રહ્યું છે. શું ધરતી ફાટી રહી છે ? શું કુલ પર્વતો તુટી રહ્યા છે ? શું પ્રલયકાલ આવ્યો છે ? કે જે કારાગે આવો શબ્દ સંભળાય છે.
ત્યારે પરમાર્થને જાણી સવિસ્તર બીના કહી સંભળાવી ત્યારે પરાભવથી ઉત્પન્ન કોધના કારણે ફડફડતા (ફરકતા) હોઠવાળા ભવાં ચડાવી વારંવાર જુરિ