________________
૨૧૯
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ અંગને ભેટનારો તે દેવધર મારી પુત્રીને ક્યાંથી ઈચ્છવાનો હતો. લાવણ્યની તલાવડી એવી આની સાથે જે રોજ રમે છે. તે દેવધર મારી પુત્રી રૂપવાળી હોવા છતાં પણ કયાંથી તેણીને જોડે રમવાનો. આ પ્રતિકૂલ થાય તો મારી પુત્રી વિષયસુખ ક્યાંથી ભોગવવાની, મારી પુત્રી સાવ ગાંડી છે જે આણીને પતિમાં મુગ્ધ (રાગી) બની છે. આનાથી શું? આમ વિચારવાથી શું થવાનું? પહેલા એણીનો ભાવ તો પરખું પછી યથાયોગ્ય કરીશ. એમ વિચારી રાજશ્રીને કહ્યુ બેટી ! મારી પુત્રીને તારા ધણી ઉપર ઘણોજ રાગ છે. તેથી જો તને
અસંતોષ ન થાય તો આપું” રાજશ્રી બોલી બાપુજી મને તો ઘણો હરખ થશે. તેથી પિતાજી આપ મારી બહેનના મનના કોડ પૂરો. શેઠ બોલ્યા આમ છે; તો આ કમલથી તારા ખોળામાં મૂકી. હવે તું જ સંભાળ
રાજશ્રી બોલી આપનો ખુબ ખુબ આભાર, શેઠે દેવધર ને કહ્યું - તારા ઉપર રાગવાળી આણીનો હાથ ગ્રહણ કર. જેવી પિતાશ્રીની આજ્ઞા’ એમ કહી સ્વીકૃતિ આપી. શેઠે ભારે ઠાઠ માઠથી લગ્ન કરાવ્યા. રાજશ્રી અને કમલશ્રીને સરખા આભરણો વિ. આપ્યા. જમાઈ પાસે મોટો ધંધો કરાવ્યો. ઘણું ધન ઉપાર્જન કર્યું. પૂર્વે પ્રાપ્ત થયેલુ ધન જિનાલય વિ. માં વાપરવા લાગ્યો.
આ બાજુ લગ્ન દિવસે આમંત્રિત કમલશ્રીની બેનપણી, મહિસાગર મંત્રીની પુત્રી પદ્મશ્રી દેવધરને દેખી બેનપણીની આગળ પ્રતિજ્ઞા કરી કે હે હલા ! જો ભાગ્ય યોગે દેવધર મને પરણે તો ભોગ ભોગવીશ. નહિ તો આ જન્મમાં મારે નિયમ સમજ. તેવી પ્રતિજ્ઞા સાંભળી બેનપણીઓએ તેની માતા પ્રિયંગુ સુંદરીને વાત કરી અને તેણીએ મતિસાગર મંત્રીને વાત કરી.
તણે પણ શેઠને બોલાવી દેવધરને ગૌરવપૂર્વક પાછી આપી. મોટા ઠાઠથી લગ્ન કરાવ્યા. મંત્રીએ ત્રણેને સરખા ઘરેણા વિ. આપ્યા, ત્યાર પછી મંત્રી રાજને પ્રણામ કરાવા સારુ વહુવરને લઈ ગયો. રાજાએ સન્માન કરી ઉત્તમ આસન આપ્યું.
દેવધરનું રૂપ દેખી રાજાનું મન હરખાયું; એટલામાં એણીનો વર લાવવાનો સમય થઈ ગયો છે, એ જણાવવા માટે ઘરેણાથી સજાવી, રાજાને નમસ્કાર કરવા કીર્તિમતી રાણીએ પુત્રી દેવશ્રીને મોકલી. રાજાએ ખોલામાં બેસાડી તેણીના યોગ્ય વર માટે રાજા મનમાં વિચારે છે. તેટલામાં ભારે અનુરાગના વશ થઈ ડોલતા તારલાવાળી તથા કટાક્ષવાળી આંખોથી વારંવાર દેવધરને નિરખતી રાજાએ જોઈ. તેથી રાજાએ વિચાર્યું. આ આની ઉપર અત્યંત અનુરાગવાળી દેખાય છે. અને આ રૂપાદિ ગુણ વડે શ્રેષ્ઠ છે. આ બિચારી