SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ I૧૪૭ કરે છે = અન્ય જિનાલયોમાં રહેલી પ્રભુ પ્રતિમાની પૂજા કરે છે. તે દેખી તે સામંતો (પાડોશી રાજાઓ) પોતાનાં રાજ્યમાં તેમ કરવા લાગ્યાં. પ૭૫૪ એકવાર રાત્રિના પૂર્વભાગમાં રાજાને વિચાર આવ્યો કે અનાર્ય દેશમાં પણ સાધુનો વિહાર ચાલું કરાવું. એમ વિચારી તોગે અનાયોને કહ્યું કે.. મારા પુરુષો જેવા પ્રકારનો કર માગે તેવો આપજો. અને સાધુ પુરુષધારી રાજપુરુષો ત્યાં મોકલ્યા. તેઓએ કહ્યું અને બેંતાલીસ દોષ વિનાની શુદ્ધ વસતિ, ભક્ત, પાન, વસ્ત્ર, પાત્ર વિ. આપો. અને આ આ ભાગો તે રાજાને સારું લાગશે. અનાય પણ રાજાના સંતોષ ખાતર તેમ કરવા લાગ્યા. અનુક્રમે અનાર્ય દેશો પણ સાધુ સામાચારીથી પરિચિત થઈ ગયા. ત્યારે ગુરુને વિનંતિ કરી કે ગુરુદેવ ! અનાર્ય પ્રદેશમાં સાધુઓ કેમ વિચરતાં નથી. ગુરુ-તેઓને જ્ઞાન નથી. રાજાજ્ઞાન કેમ થતુ નથી? આચાર્ય મ.સા. - સાધુ સામાચારી ને અનાય જાગતાં નથી. રાજા-આપનાં સાધુઓને મોકલી અનાર્ય દેશોનું સ્વરૂપ જાણો. ત્યારે કેટલાક સાધુ સંઘાડાને ત્યાં મોકલ્યા. તેઓ પણ રાજપુરુષો છે; એમ પોતાનાથી બલવાનું માની સામાચારી પ્રમાણે આપવા લાગ્યા. તેઓએ સૂરિ પાસે આવી જણાવ્યું સર્વે ક્ષેત્ર વિહાર યોગ્ય છે. અને જ્ઞાનાદિનું પોષણ થઈ શકે એમ છે. તેઓ ધર્મદશનાથી ભદ્ર પરિણામી બન્યા. નિશીથ સૂત્રમાં કહ્યું છે કે ... શ્રમાગરૂપધારી સુભટોથી ભાવિત તે દેશોમાં એષાગા વિ. યોગના લીધે સાધુઓ સુખેથી વિચરવા લાગ્યાં. તેનાથી અનાય ભદ્ર બન્યા. ૫૭૫૮ છે. ઉન્નત જોરાવર ઘાણા યોદ્ધાનાં કારણે સિદ્ધસેનાવાળાં તે રાજાએ શત્રુસેના ઉપર વિજય મેળવ્યો છે. તેણે વિકટ એવા આંધ અને દ્રવિડ દેશમાં ચારે તરફથી સાધુઓને સુખપૂર્વક વિહાર કરાવ્યો. / ૫૭૫૮ એકવાર સંપતિએ પૂર્વભવનું દારિદ્ર સ્મરી નગરનાં ચાર દરવાજે મોટી દાનશાળાઓ ખોળી. ત્યાં શત્રુમિત્રનો ભેદભાવ રાખ્યા વિનાં બધાને મોટા પ્રમાણમાં દાન આપવાનું શરૂ કર્યું. અને વધેલુ રસોઈયાને મળે છે. રાજાએ તેઓને પૂછયું વધેલું કોને આપો છો. હે રાજનું વધેલું તો અમે રાખીએ છીએ. ત્યારે રાજાએ તેમાગે કહ્યું કે તમે સાધુઓને આપો હું તમને દ્રવ્ય આપીશ, તેઓ રાજાજ્ઞાને સ્વીકારી તેમ કરવા લાગ્યા. નગરમાં પાગ કંદોઈ વણિકમંત્રી, કાપડના વ્યાપારી વિ. લોકોને કહ્યું તમે સાધુઓને જે ઉપયોગી હોય તે આપો. અને તેનું મૂલ્ય હું તમને આપીશ. લોકો તેમ કરવા લાગ્યા.
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy