________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
આર્યસુહસ્તિ સૂરિ આ જાણવા છતા શિષ્યનાં અનુરાગથી તેમને રોકતાં નથી. આ બાજુ આર્યમહાગિરિ બીજા ઉપાયોમાં હતા. તેમને આર્યસુહસ્તિસૂરીને કહ્યું હે આર્ય ! તમે જાણવા છતાં રાજપિંડ અને અનેષણીય આહારાદિ કેમ ગ્રહણ કરો છો ? આર્યસુહસ્તિસૂરીએ કહ્યું ‘“જેવો રાજા તેવી પ્રજા'' આ ન્યાયથી રાજાની પાછળ પાછળ આ લોકો પણ વહોરાવે છે. આ તો માયાવી છે. એમ રોષે ભરાઈ આર્યમહાગિરીએ કહ્યું આર્યસુહસ્તિસૂરિ ! આજથી તમારે અને મારે ગૌચરી વ્યવહાર બંધ છે. આ હકીકત નિશીથસૂત્ર ગાથા (૫૭૫૧) માં દર્શાવી છે.
૧૪૮
આગમમાં કહ્યું છે કે - સરખા કલ્પવાળા, સમાનચારિત્રવાળા, અથવા વિશિષ્ટચારિત્રવાળા, ચારિત્રયુક્ત જ્ઞાની સાધુઓ સાથે પરિચય કરવો જોઈએ. અને તેઓનાં ભક્તપાન ઉપાદેય છે. અને તેઓને મળેલાં આહારાદિથી ખુશ કરવા જોઈએ. આ સાંભળી આદરપૂર્વક આર્યસુહસ્તિસૂરિએ ‘‘મિચ્છામિ દુક્કડમ્' આપ્યો. અને કહ્યું ફરી આવી ભૂલ કરીશ નહિં. અમારા એક અપરાધને ક્ષમા કરો. ત્યારે ફરી ગોચરી વ્યવહારને ચાલુ કર્યો. સંપ્રતિ રાજા રાજ્ય કરી વિશુદ્ધ શ્રાવક ધર્મ આરાધી દેવલોકમાં ગયો. ઉત્તમ મનુષ્ય વિ. નાં ભવ પ્રાપ્ત કરી સિદ્ધિ સુખને પામશે. ॥ ૩૭ ॥
“ઈતિ સંપ્રતિ ક્થા સમાસ”
અન્ય કરેલાં ચૈત્ય નાં વિષે જે કરવાનું છે તે અને પ્રકરણ નો ઉપસંહાર ગાથા વડે કહે છે.
देज्जा दवं मंडल - गोउलाई, जिण्णााइँ सिण्णाइँ समारज्जा । नट्ठाई भट्ठाई समुद्धरिज्जा, मोक्खंगमेयं खु महाफलं ति ॥ ३८ ॥
ચૈત્યના નિર્વાહ માટે દ્રવ્ય (ધન) દેશ, ગોકુળો-(ગાયના વાડાઓ) આપવા. જુના થયેલા; ભેજ વિ. નાં કારણે દુર્બલ પડેલાં ચૈત્યોનું સમારકામ કરાવે. નાશ પામેલાં એટલે ત્યાં માત્ર જમીન દેખાતી હોય કે અહિં જિનાલય હતું અને સંપૂર્ણ નાશ પામેલાં નિશાની પણ ન હોય તેવાં જિનાલય ને પુનઃ નવા કરાવા કારણ કે આ પૂર્વોક્ત પ્રવૃત્તિ મહાફળવાળી અને મોક્ષના હેતુભૂત $9. 11 36 11
બીજા સ્થાનકનું વિવરણ પૂરું