________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૪૯
જિનાગમ નામે ત્રીજું સ્થાના
પૂર્વે જિનભવનનું કૃત્ય કહ્યું તે આગમથી સંભવી શકે છે. માટે તે આગમનું સ્વરૂપ જાણવું જોઈએ. તેનાં માહાત્મ ને બતાવનારી પ્રથમ ગાથા કહે છે.
देवाहिदेवाण गुणायराणं, तित्थंकराणं वयणं महत्थं । मोत्तूण जंतूण किमत्थि ताणं, असारसंसारदुहाहयाणं ? ॥३९॥
અસાર સંસારમાં જે દુઃખ છે. તેનાથી હતપ્રભ બનેલાં પ્રાણીઓને દેવાધિદેવ અને ગુણોની ખાણ એવા તીર્થંકરો ના મહાર્ણવાળા વચનો મુકી અન્ય કોણ તારણહાર છે ? તેઓ ગુણોની ખાણ સમા છે કારણ કે જેમ ખાગમાંથી સોનું કાઢતા રહીએ તો પણ ખાલી થતી નથી. તેમ પ્રભુનાં ગુણો ગાતા રહીયે તો પણ ક્યારેય પુરા થતા નથી.
કહ્યું છે કે મતિ કૃતરૂપી વેગવાળા અશ્વોથી યુક્ત અવધિજ્ઞાનરૂપી મનોરથ રવિડે જેનાં ગુણ સ્તુતિ રૂપ માર્ગમાં ઈન્દ્રપાણ પારને પામ્યા નથી.
અન્ય દેવો પણ આવા જ હશે એવો ભ્રમ દૂર કરવા મૂળગાથામાં તીર્થકર શબ્દ મુક્યો છે. તીર્થ = જેનાથી તરાય. વ્યતીર્થ - નદી વિ. માં ઉતરવાનો આરો. અહીં દ્રવ્યતીર્થનો અધિકાર નથી. ભાવતીર્થ = એટલે સંસાર સાગર ઉતરવા સમર્થ ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર આવા ભાવતીર્થને સ્થાપનારા તીર્થકર કહેવાય છે. આવા તીર્થંકર ભગવાનનું વચન જ આગમ સમજવું આ આગમ મહાઅર્થ થી ભરેલો છે. કહ્યુ છે કે
સર્વ નદીઓની રેતી અને સર્વ સમુદ્રોના પાણીનું જે પ્રમાણે હોય તેનાથી એક આગમ સૂત્ર અનંતગણ અર્થવાળું હોય છે. સાડાત્રણ ગાથા થી જે રીતે રક્ષણ થાય છે તે બતાવે છે. તે ૩૯ છે.
नजंति जं तेण जिणा जिणाहिया, भावा मुणिजति चरा-ऽचरं जगं । संसार-सिद्धी तह तग्गुणा-ऽगुणा, तकारणाई च अणेगहा तहा ॥४०॥