________________
૧૪૬
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કોલાહલ થઈ રહ્યો છે. કાહલ (વાજિંત્ર વિશેષ) શંખ, કટ, વાજિંત્ર નાં શબ્દથી આડંબરવાળી, જેમાં રહેલી ધ્વજાઓ પવનથી લહેરાઈ રહી છે. મૃદંગ તિલિમ (વાજિંત્ર વિશેષ) અને પહથી જેમાં સુંદર અવાજ ભરાય છે.
ભવિક જીવોનો ઘોર ભયંકર મહાસંસાર નો નાશ થઈ રહ્યો છે. રત્નનાં બનાવેલ ચિત્રો જેમાં સારભૂત પ્રધાન સજાવેલા છે. રથ બગી વિ. માં રત્ન જડિત ફોટાઓ રાખેલા છે. તેથી રથયાત્રા ઘણીજ શોભી રહી છે. એટલે રથયાત્રા માં એ ચિત્ર પ્રધાન સારભૂત હતા. જેમાં વાંસળી, વીણા, સારંગીનો
ધ્વનિ ગુંજી રહ્યો છે. જેમાં કાંસ્યાલ • વાઘવિશેષ કાંસીજોડાના તાલનો ઉત્કટ શબ્દ પ્રસરી રહ્યો છે. માણસોનાં ઘસારાથી શેરીઓ સાંકડી બની ગઈ છે. ઝાલર નાં ધ્વનિથી ગગન - આંગણુ ભરાઈ ગયું છે. શણગાર સજેલી સ્ત્રીઓ નાચી રહી છે. મધુર ગીતોથી પુરુષ સમુદાય આશ્ચર્ય પામી રહ્યો છે. પુષ્પની શોભા-સજાવટથી જાણે નંદનવન લાગી રહ્યું છે. સેંકડો ઘોડાઓ જેમાં ઉછલી રહ્યા છે. સેંકડો રાસ ગરબાથી વ્યાપ્ત નારીઓ ઉચે અવાજે ધવલ ગીતો ગાઈ રહી છે. વારંવાર આરતી ઉતરી રહી છે. અર્થીઓને ભક્તિથી દાન અપાય છે. એ પ્રમાણે અનેક અતિશય ગુણોથી યુક્ત વરઘોડો સંપ્રતિ રાજાના ઘેર પહોંચ્યો. ત્યારે સંપ્રતિરાજા પણ વિકસિત મનવાળો મૂલ્યવાન, પૂજા સામગ્રી લઈને નીકળ્યો, રોમાંચિત થઈ રથને પૂજ્યો અને સામંતો સાથે રથની પાછળ પાછળ ચાલવા લાગ્યો. આ અદ્ભૂત રથયાત્રા ને નિહાળી રાજાએ સર્વ સામંતોને કહ્યું... જો તમે મને માનતા હો તો તમે પણ પોતાનાં રાજ્યમાં આવું કરો. તેઓએ પણ તેમ કર્યું. આ અર્થની સાબિતી માં નિશીથ સૂત્રની ગાથા છે.
જો તમે મને સ્વામી તરીકે માનતા (ઓળખતા) હો તો સુવિહિત સાધુઓને પ્રણામ કરો. મારે ધનનું કાંઈ કામ નથી. પણ સાધુઓને પ્રણામ કરો એજ મને પ્રિય છે. ઉદ્દેશો - ૧૬ ગાથા નં. / ૫૭૫૫ /
કે સંપ્રતિ રાજાએ સર્વસામંતોને વિસર્જન કર્યા અને તેઓએ પોતાનાં રાજ્યમાં જઈ અમારિ ઘોષણા કરાવી. જિનાલયો બંધાવા લાગ્યા અને રથયાત્રા
ના કાર્યક્રમ ગોઠવવા લાગ્યા. અને નજીકના રાજ્યો સાધુના વિહાર યોગ્ય બન્યા. || ૫૭૫૬ છે.
* “અણજાણે...''યાત્રામાં સઘળાં સામંતોથી પરિવરેલાં તે રાજા પગપાળો ચાલે છે. રથમાં ફૂલો ચઢાવે છે. રથ આગલ પુષ્પવૃષ્ટિ કરે છે. તેમજ વિવિધ જાતના ફળ ખાજા/ખાદ્યપદાર્થો મોટા કોડા, વશ્વ વિ. ઉડાડે છે. ચેત્યપૂજા