________________
૨૭૮
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પુત્રના સ્નેહથી તેમજ તેનાં પુણ્યથી આકર્ષાયેલા ચિત્તવાળો તે દેવ તરતને તરત ત્યાં આવ્યો. દાનના ફળથી વશ થયેલો એવો તે દિવ્ય વસ્ત્ર, અલંકાર, માલા વિ. પત્ની સહિત તેને આપે છે. જે મનુષ્ય સંબંધી કાર્ય હોય તે તો ભદ્રામાતા સંભાળે છે. એમ સર્વ બાબતમાં નિશ્ચિત બની ભોગ ભોગવે છે.
એક વખત વ્યાપારી રત્નકંબલ લઈ શ્રેણીક રાજાને મહેલે આવ્યો. મહાકિંમતી છે એથી રાજાએ ગ્રહાણ ન કરીને તેથી ત્યાંથી નીકળીને વ્યાપારી ભદ્રામાતા પાસે ગયો. મૂલ્ય આપી ભદ્રાએ બધી લઈ લીધી. ત્યાર પછી ચેલાણાના ઘણાં આગ્રહથી વાણીયાને રાજાએ પાછા બોલાવી કહ્યું હે ભો ! એક રત્નકંબલ આપો. તેમને કહ્યું તે તો બધી ભદ્રાએ લઈ લીધી છે. ત્યારે ગૌરવયોગ્ય એક ભદ્ર મહંતને ત્યાં મોકલ્યો. તેણે કહ્યું કે જે ભાવે રત્નકંબલ લીધી હોય તે મૂલ્ય લઈ એક રત્નકંબલ રાજાને આપો. ત્યારે ભદ્રાએ કહ્યું “હે ભદ્ર ! તે રત્નકંબલને ફાડીને મેં શાલીભદ્રની સ્ત્રીઓ માટે પગલુંછણા બનાવ્યા. તે સાંભળી કુતુહલથી પૂર્ણ થયેલો રાજા મંત્રીને એમ કહેવા લાગ્યો.
હે ભદ્ર ! તું ભદ્રાને કહે કે અમને ભારે કૌતુક હોવાથી જલ્દી શાલીભદ્રને અહીં મોકલો.” - તે સાંભળી રાજા પાસે આવી ભદ્રા વિનંતી કરવા લાગી કે હે દેવ! મારો પુત્ર ક્યારેય પણ સૂર્ય-ચંદ્રને દેખતો નથી. તો બહાર નીકળવાની વાત જ માં રહી ? તેથી અમારે ઘેર પધારવાની કૃપા કરો.
કુતુહલથી રાજાએ હા પાડી. ભદ્રાએ કહ્યું, ક્ષણવાર થોભો હું પાછી બોલાવા આવુ “ઘેર જઈ પોતાનાં ઘેરથી માંડી રાજાના સિંહદ્વાર સુધી નિરંતર દુકાન રસ્તા વિ. શણગાર્યા અને ઠેર ઠેર વિવિધ જાતના નાચ, ગાન, નાટક વિ. રચાવ્યા. ત્યારપછી રાજાને વિનંતી કરી ત્યાર પછી અંતઃપુરની રાણી સાથે રાજા દિવ્ય નાટક વિ. દેખતા શાલીભદ્રના ઘેર ગયો. તે ઘર કેવું છે તે કહે
ચકચકતા લાલ સોનાની ભીતવાળુ, વિચિત્ર ચિત્રથી ચિતરાયેલું, માણિક્યથી - બંધાયેલા ભૂતલવાળ, તેજ મંડલો ચારે બાજુ પ્રસરી રહ્યા છે. સુંદર રચનાવાળી પુતલીયોવાળું, વીણા વાંસલીના અવ્યક્ત અવાજવાળું, લટકતી મોતીની માળાવાળુ, તારતાલના રણરણ અવાજવાળું, ઝુલતા શ્રેષ્ઠ તોરણવાળું, મનુષ્ય સુખનું કારણભૂત, ઉંચા સાતમાળવાળુ, સારી રીતે ઘસાયેલુ તેમજ ધોળુ કરાયેલું, વસ્ત્રથી કરાતી શોભાવાળુ, ઢોળક તબલા વિ.નો સમૂહ જેમાં વાગી રહ્યો છે. એવા મહેલને દેખતો કરાયેલા અનેક મંગલવાળો, આશ્ચર્યથી ખીલેલાં નયનવાળો