________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ખીર ખાતા દેખી તેને ખીર માંગી. વારંવાર ખીર માંગતા તેમજ રડતો દેખી માંને પૂર્વની મનોજ્ઞ ઋદ્ધિ યાદ આવી તેથી તે પણ રડવા લાગી. પાડોશી બહેનોએ કારણ પૂછયું ત્યારે સર્વ વાત કરી ત્યારે તેઓએ દૂધ વિ. આપ્યું. ખીર બનાવી પછી ઘી-ખાંડથી વ્યાપ્ત ખીરની થાળી ભરી પુત્રને આપી કામ માટે ઘરની અંદર ગઈ. મા ખમણના પારણે ત્યાં સાધુ આવ્યા. તેમને દેખી રોમરાજી વિકસિત થઈ ગઈ અને વિચારવા લાગ્યો કે આજે મારો જન્મ સફળ બન્યો. પુણ્યયોગે ચિત્તવિત્ત અને પાત્ર ત્રણે પણ પૂર્ણ થયા. આજે પુણ્ય પ્રગટ્યુ છે એમ વિચારી પ્રફુલ્લિત નયનવાળો તે બાળક થાળ ઉપાડી પાસે જઈ કહેવા લાગ્યો “હે નાથ ! અનુગ્રહ કરો' શુદ્ધ પાણી સાધુએ પાત્ર ઉંચુ કર્યું (ધર્યુ) વૃદ્ધિ પામતાં ભાવોથી તેણે સર્વ ખીર પાત્રમાં નાંખી દીધી. પુણ્યમાં અંતરાય થશે. એવા ડરના લીધે સાધુએ તેને વાય નહિં. ભક્તિથી વાંદી પોતાના સ્થાને બેઠો. સાધુ નીકળી ગયા પછી માતા ઘરથી બહાર આવી આને ખાઈ લીધી છે. એમ માની ફરીથી થાળ ભર્યો. કંગાલ પણાના લીધે પેટ ભરીને ખાધી. અજીર્ણ થવાના લીધે રાત્રે સાધુનું સ્મરણ કરતા મય.
તે દાનના પુણ્યથી રાજગૃહ નગરમાં ગોભદ્ર શેઠની પત્ની ભદ્રાના ગર્ભમાં આવ્યો. સુંદર પાકેલા ડાંગર (શાલિ) ના ખેતરને સ્વપ્નમાં જોઈને જાગી. તારે પુત્ર થશે. એમ શેઠે અભિનંદન આપ્યા. બે મહીના થતા દાનાદિ ધર્મ કરવાનો દોહલો ઉત્પન્ન થયો. શેઠે પૂરો કરાવ્યો. નેત્રને આનંદદાયક પુત્રને જન્મ આપ્યો. દાસીએ જલ્દીથી શેઠને વધામણી આપી. તેઓને દાન આપી પોતાના હાથે જ પુત્રનું માથું ધોયુ. અને ખુશ થઈ મહોત્સવ પ્રવર્તાવ્યો. વાગતા વાજિંત્ર ના શબ્દથી આકાશ આંગાણુ ભરાવા લાગ્યું. દાનધોધ વહી રહ્યો છે. છત્ર અને કોલાહલ વ્યાપ્ત સેંકડો અશ્કેરાથી ભરપૂર મહાજનોને આશ્ચર્ય પમાડનાર એવાં ઉત્સવને બાર દિવસ થતાં ગ્રહ અધિષ્ઠાયક દેવને સન્માની, સ્વજનોને આમંત્રી સ્વપ્ન અનુસારે શાલીભદ્ર નામ પાડ્યું. કલા ગ્રહી યૌવન વનરાજીમાં મહાલવા લાગ્યો. ત્યારે ત્યાંના જ નિવાસી બત્રીસ શેઠિયા રતિ સરખા રૂપવાળી બત્રીસ કન્યાઓને લઈને ગોભદ્ર ના ઘેર આવ્યા. કહેવા લાગ્યા - વિનયવાળી આ કન્યા તમારા પુત્રને યોગ્ય હોય તો અમારા ઉપર ઉપકાર કરી એમને સ્વીકારો. ઠાઠ માઠથી લગ્ન કરાવ્યા. તેનાં પુણ્યાનુભાવથી મા-બાપ સર્વ ઠેકાણે અલૂણ રીતે (પરિપૂર્ણ રીતે) પ્રવર્તે છે. એટલે એમને કયાંય ખામી આવતી નથી. પોતે તો દોગંદક દેવની જેમ ભોગવિલાસમાં મસ્ત રહે. કાલ જતાં ગોભદ્ર દીક્ષા લીધી. દેવલોકમાં ઉપન્યો. અવધિના ઉપયોગથી પુત્રને જોઈ