________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૭
न कप्पए से परतित्थियाणं, तहेव तेसिं चिय देवयाणं । પરિશદે તાળ ય ચેડ્વાળ, પરમાવળા-ચંદ્ન-જૂથનારૂં ॥ ૬ ॥ लोगाण तित्थेसु सिणाण दाणं, पिंडप्पयाणं हुणणं तवं च । संकंति - सोमम्गहणाइएसुं, पभूयलोगाण पवाहकिचं ॥ ६ ॥
ગાથાર્થ ઃ- પરતીર્થંકોને વંદનાદિ ન કલ્પ એ પ્રમાણે સંબંધ છે. સમ્યદ્રષ્ટિએ અન્યદર્શનીઓને વંદન કરવા નહિ. અન્યદર્શની-મિથ્યાદષ્ટિઓ અને એમનાં દેવોને કે એમનાં દ્વારા કબ્જે કરાયેલાં જિનચૈત્યોની પ્રશંસા-પ્રણામપૂજા-વિનય-સ્નાત્ર-યાત્રા વિ. ન કરવું ॥ ૫ ॥
લૌકિક તીર્થોમાં અને સંક્રાન્તિ-ચન્દ્રગ્રહણ વિ.ના અવસરે સ્નાન દાન, પિંડપ્રદાન, હવન-તપ વિ. કરવું ન કલ્પે, કારણકે ઘણાં લોકોનું કાર્ય અજ્ઞાન થી ઉભું થયેલુ હોય છે. ॥ ૬ ॥
સમ્યકત્વનાં આલાવામાં કહ્યું છે.. આજ થી માંડી અન્યદર્શનીઓને કે અન્ય તીર્થંકોનાં દેવતાને અથવા અન્ય તીર્થંકો વડે ગૃહીત જિનચૈત્યને વંદન કરવું. નમસ્કાર કરવો. બોલાવ્યા વિના પહેલાં બોલવું. તેઓને અશન પાન ખાદિમ સ્વાદિમ દેવું. અનુપ્રદાન કરવું. તેઓને સુગંધિ માલા વિ. આપવું ન કલ્પે. આ પ્રમાણે આવશ્યક સૂત્રમાં રહેલાં પ્રત્યાખ્યાન અધ્યયનમાં કીધુ છે.
તથા આ પણ ન કલ્પે-મિથ્યાદ્રષ્ટિઓનાં લૌકિક તીર્થોમાં- વારાણસી ગયા વિ. લૌકિક તીર્થોમાં જઈને સ્નાન, દાન, પિતાનિમિત્ત કલ્પેલ ભાતરૂપ પિંડ પાણી વિ. માં નાંખવુ તે રૂપ પિંડપ્રદાન; અગ્નિમાં આહુતિ નાંખવારૂપ હવન; તપ = તીર્થોપવાસ વિગેરેનું કરવું. (ચ સમુચ્ચય માં છે.) (સ્નાનાદીનિ ‘ડમરૂકમધ્ય ગ્રન્થિ’ ન્યાયથી ઉભયમાં જોડાય છે. એથી સંક્રાન્તિમાં સૂર્યનું અન્ય રાશિમાં સંક્રમણ; ચન્દ્રગ્રહણ-ચંદ્રવિમાનને જ્યારે રાહુ વિમાન આવરે અહીં ‘ચ' શબ્દ થી સૂર્યગ્રહણ અમાવસ્યા ભયંકર ઉત્પાત વિ. જાણવા. આ કેમ ના કલ્પે ?
શંકા સમાધાન :- ઘણાં લોકોના પ્રવાહથી થતું કાર્ય ગાડરિયા પ્રવાહની જેમ અજ્ઞાન સ્વરૂપ છે માટે.
જેમ કોઈ બ્રાહ્મણ તળાવમાં ગયો અને તે ન્હાવા માટે ઉતરવાની ઈચ્છાવાળો હાથમાં રહેલાં તાંબાના વાસણને એક ઠેકાણે મૂકી ઓળખાણ માટે ઉપર રેતીનો ઢગલો કરીને તળાવમાં પ્રવેશ્યો. આ બાજુ જાત્રા માટે
-