________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
પ્રવચન શાસનની ધુરા ધારનારા સૂરિઓ પાસે શ્રુત સાંભળનારને
ઉત્તરોત્તર શુભ પરંપરા પ્રાપ્ત થાય છે.
કીધું છે કે
જિનવાણી બુદ્ધિનાં મોહને હરે છે. કુમાર્ગનો છેદ કરે છે. સંવેગને પ્રાપ્ત કરાવે છે. અનુરાગ ઉત્પન્ન કરે છે. ઘણો હર્ષ આપે છે. જિનવચન સાંભળવાથી એવું શું છે કે જે ન આપે ?
૬
-
ત્યાર પછી જ્ઞાનાદિક અને શાન્તિ વિ. ગુણોને ધારણ કરનારા થાય છે. ગુગંધરા અહિં પૂર્વ પેઠે અનુસ્વાર પ્રાકૃત હોવાથી અને ગુણધરા-ગુણધારી થઈ મોક્ષમાં જશે. (જાય છે.) ॥ ૩ ॥
સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ઉપાય કહીને તેનાં સ્વીકારનો ક્રમ ગાથા વડે કહે છે..
=
समणोवासगो तत्थ, मिच्छत्ताओ पडिक्कमे । ટ્નો માવો પુનિ, સન્માં પરિવન ્ ॥ ૪ ॥
ત્યાં શ્રાવક મિથ્યાત્વથી પાછો હઠી પ્રથમ દ્રવ્ય અને ભાવથી સમક્તિ ને સ્વીકારે છે ! શ્રમકરે તે શ્રમણ. તેઓનો ઉપાસક-સેવક-તે શ્રમણોપાસક. તથા ‘“ભક્તિભાવથી ભરેલાં અંગવાળો શ્રુતધર્મ નો અર્થી ત્રણે કાલ દરરોજ જે યતિને સેવે છે. તેને શ્રમણોપાસક” કહે છે. તત્ર શબ્દ ઉત્સેપ ઉમેરા ના અર્થમાં છે.
મિથ્યાત્વ :- અદેવાદિમાં દેવત્વાદિની શ્રદ્ધા કરવી તે. તથા અદેવ અસાધુ અતત્ત્વમાં વિપરીતપણાથી જે દેવપણા વિ. ની રુચિ (બુદ્ધિ) કરવી તે મિથ્યાત્વ કહેવાય.
પાછું જવું. દ્રવ્યથી બાહ્યવૃત્તિથી મિથ્યાત્વના કાર્યનો ત્યાગ કરવો એટલે તત્સંબંધી આચરણ છોડી દેવા અને ભાવથી એટલે તેનો ચિત્તમાં સ્વીકાર ન કરવાથી મિથ્યાત્વ વિપરીત સમક્તિનો અણુવ્રત ની પૂર્વે સ્વીકાર થાય/કરાય છે. ‘‘કાકાક્ષિગોલક’’ ન્યાયથી પૂર્વ શબ્દનો દ્રવ્યતઃ ભાવતઃ ઉભયમાં સંબંધ જોડાય છે; તેથી દ્રવ્યથી ચૈત્યવંદનાદિ ક્રિયા કરવાથી અને ભાવથી એકાગ્ર ચિત્તથી અણુવ્રતની પૂર્વે સમ્યક્ત્વને (શ્રાવક) સ્વીકારે છે. એ પ્રમાણે શ્લોકનો અર્થ થયો. ॥ ૪ ॥
સમકિત સ્વીકારનારને જેજે ન કલ્પે તેને બે ગાથા વડે કહે છે.