________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ | આવેલા લોકો વડે વિચારાયું જેમ આ લાંબી ચોટીવાળો બ્રાહ્મણ વિદ્વાન વેદ જાણનાર ઘણું જાણનાર એ પ્રમાણે કરે છે. તેથી સર્વ લોકો રેતીનો ઢગલો કરીને સ્નાન માટે ઉતર્યા અને તે બ્રાહ્મણ સ્નાન કરી નીકળેલો જ્યારે તાંબાના વાસણવાળા ઢગલાને દેખે છે. ત્યારે કરેલા અને કરાતા ઘણા ઢગલાઓ દેખે છે. તેથી પોતાનાં ઢગલાને નહિં જાણતો એટલે કે નહિં ઓળખવાથી દુઃખી થયો. ત્યારે મિત્રે કીધુ કે હે મિત્ર ! ધર્મનો અર્થી તું ઘરેથી આવેલો અને અહીં તીર્થમાં ન્હાઈને આવ્યો તો હમણાં અચાનક ખેદ કેમ પામ્યો ?
ત્યારે તેના વિશે કહેવાયું. લોક ગતાનગતિક છે. પણ વાસ્તવિકતા જાણતો નથી. તું લોકની મૂર્ખતા દેખ. જેથી મેં તામ્રભાજન ખોયું આવો લોકોનો પ્રવાહ છે. એ પ્રમાણે બે ગાથા નો અર્થ થયો. પા દા
- હવે સમકિતનાં જ ભૂષણ વિગેરે કહેવાની ઈચ્છાવાળા પદ્ય દ્વારા ઉલ્લેપને કહે છે...
पंचेव सम्मत्तविभूसणाइं, हवंति पंचेव य दूसणाई । लिंगा. पंच च(च)उ सद्दहाण, छच्छिंडिया छच्च हवंति ठाणा ॥७॥
ગાથાર્થ :- સમકિતનાં આભરણ સરખા પાંચ ભૂષણ છે. વિકૃતિ ઉત્પન્ન કરનારાં પાંચ દૂષણ છે. પાંચ લિંગ છે. ચાર શ્રધ્ધા સ્થાન છે. એટલે જેઓ વડે વિદ્યમાન સમકિતની શ્રધ્ધા કરાય છે. પ્રાકૃત હોવાથી એક વચન નિર્દેશ કર્યો છે. છ અપવાદો છે. છ સમકિતના સ્થાન છે. (પ્રાકૃત હોવાથી પુલિંગ નિર્દેશ; “હવત્તિ' એ ક્રિયાનું બીજીવાર ગ્રહણ તો “આદિ અન્તનું પ્રહાર કરતાં મધ્યનું ગ્રહણ થાય છે.” એ ન્યાય દર્શાવા માટે છે.).
અત્યારે બજેવો ઉદેશ તેવો નિર્દેશ” આ ન્યાય ને આશ્રયી પ્રથમ સમકિતના ભૂષાગોને ગાથા વડે કહે છે.
कोसल्लया मो जिणसासणम्मि, पभावणा तित्यनिसेवणा य । भत्ती थिरत्तं च गुणा पसत्था, सम्मत्तमेए हु विभूसयंति ॥ ८ ॥
ગાળંથ - જિનશાસનમાં કુશલતા, પ્રભાવના, તીર્થસેવા, ભક્તિ અને સ્થિરતા આ પ્રશસ્ત ગુણો સમકિતને વિભૂષિત કરે છે. આ કુશલતા જેમ અભયકુમાર વડે આર્કકમાર ના પ્રતિબોધ માટે કરાઈ તે પ્રમાણે કરવી જોઈએ.