________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ તે સમકિતની શોભા માટે થાય છે. જો કે સૂત્રમાં કથા ન કહી છતાં મુગ્ધજનના ઉપકાર માટે કહેવાય છે.
| ‘આ
માર ની કથા'
આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના મધ્યખંડમાં મગધ નામનો દેશ છે તે દેશ સેંકડો આશ્ચર્યોથી યુક્ત, હર્ષિત લોકોથી વ્યાખ, દુઃખે ધારણ કરી શકાય તેવા ધર્મના અગ્રેસર જિનેશ્વર અને ગણધર ના ચરણસ્પર્શથી પવિત્ર ધન-ધાન્ય, સમૃદ્ધિથી ઘણોજ મનોહર છે.
ત્યાં રાજગૃહ નામનું નગર છે. તે નગર નગરયોગ્ય ગુણોનાં સ્થાન જેવું; પૃથ્વીરૂપી સ્ત્રીનું તિલકસમાન, દશદિશામાં પ્રકાશ કરનારું છે. જે નંદનવન જેમ મોટા વૃક્ષોથી અલંકૃત હોય, તેમ મોટા ઘરોથી કે મોટા કિલ્લાથી અલંકૃત; વિજયદ્વારને જેમ પાછળ અર્ગલા હોય તેમ ખાઈથી પરિવરેલ; મેરુની જેમ કલ્યાણનું સ્થાન, કૈલાસ શિખરની જેમ દેવમંદિરથી શોભિત; ગગન જેમ ચિત્રા નક્ષત્રથી શોભિત હોય તેમ આશ્ચર્યથી શોભિત, મહાકુલ જેમ ઘણાં સ્વજનોથી યુક્ત હોય તેમ ઘણાં સ્થાનોથી વ્યામ. ઘણું કહેવા વડે શું... ?
શ્રેષ્ઠ રાજમાર્ગ, ચૌટા, સંઘાટક, ત્રણચાર રસ્તાથી સુંદર રીતે વિભક્ત થયેલું, હાટ, પરબ, સભા, ઉપવન, સરોવર, વાવડી, કુવાથી રમ્ય એવા દેવનગરી સરખા તે શ્રેષ્ઠનગરને ગર્વિષ્ઠ રાજા રૂપી હસ્તિનો નાશ કરવામાં સિંહસમાન બાહ્ય ઉપદ્રવ અને આંતરિક ઉપદ્રવને શાંત કરવા પૂર્વક શ્રેણીકરા પરિપાલન કરે છે.
આ શ્રેણીક મહારાજા મહાવિદેહની જેમ શ્રેષ્ઠ વિજયથી યુક્ત માનસરોવરની જેમ સદા રાજારૂપી રાજહંસોથી સેવાયેલો. વિષ્ણુની જેમ સુદર્શન ચક (સમકિત દર્શન) ધારણ કરનારો, અરુણોદય વખતે લાલ ધેરાવો થાય છે તેમ રક્ત -અનુરાગી મંત્રી પુરોહિત ઈત્યાદિના મંડલવાળો, બ્રહ્માની ઉત્પત્તિ કમલમાંથી થઈ હોવાથી કમલના સ્થાનવાળા છે તેમ (કમલા-લક્ષ્મી) નું સ્થાન, ચંદ્રની જેમ સર્વ લોકોના નેત્રોને આનંદ આપનાર છે.
આ શ્રેણિક રાજાને સુનંદા અને ચલણા નામની બે રાણીઓ છે આ રાણીઓ પ્રિયબોલનારી, સુરૂપવાળી, વિજ્ઞાન, વિનય, સમ્યકત્વ, સત્વ અને ચારિત્રયુક્ત, સૌભભાગ્યથી ગર્વિષ્ઠ, પાંચ અણુવ્રત અને ગુણવ્રત ધારણ કરનારી તેમજ રાજાને ઘણી જ પ્રિય છે ! તેમાં સુનંદાને અભયકુમાર નામે પુત્ર