SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ વગરનાં ગુણ થી સમૃદ્ધ સાધુ મહાત્માઓની વિચિકિત્સાનું આ તો કેટલું ફળ કહેવાય ? કારણ કે વિચિકિત્સાથી ઘણાં ભયંકર અનેક જાતનાં દુઃખને વેઠતા જીવ સંસારરૂપી વનમાં રખડે છે. અને પૂર્વ આચરિત વિચિકિત્સાનો પશ્ચાતાપ કરવા લાગ્યા. તેથી અત્યારે આપને જે મનગમતું હોય તેમ અમો કરીશું. રાજાએ કહ્યું કે પુત્રો ! તમે ઘર્મ સ્વીકારો એજ અમને ઈષ્ટ છે. ત્યારે વંદન કરી વિનંતિ કરવા લાગ્યા. હે ભગવંત ! અત્યારે અમારે જે કરવા યોગ્ય છે તેનો આદેશ કરો. કેવલિ ભગવતે પણ તેઓને શ્રાવકધર્મને યોગ્ય જાણી તેનો ઉપદેશ તે બન્નેને આપ્યો. અને તેઓએ ભાવપૂર્વક શ્રાવક ધર્મ સ્વીકાર્યો. તે વખતે લલાટે અંજલિ કરી શત્રુંજ્ય રાજાએ વિનંતિ કરી કે હે ભગવંત ! જેટલામાં હું કુમારને રાજ્ય સ્થાપુ તેટલામાં આપનાં ચરણકમળમાં સર્વ સંગ ને ત્યજી હાથીના કાન સરખા મનુષ્ય અવતાર ને સફળ કરું. ભગવાને કહ્યું - હે દેવાનુપ્રિયે! વિલંબ કરીશ મા ! ત્યારે ઈચ્છે કહી રાજા ઘેર ગયો. - ઘેર આવી મંત્રી સામતાદિને પૂછી તેમના મત પ્રમાણે પૃથ્વી સાર નો રાજ્યાભિષેક કર્યો. ભગવાનના પ્રભાવથી અને ધર્મના સામર્થથી રોગ રહિત થયેલાં કીર્તિદેવને યુવરાજ પદવી આપી. અને સર્વ રાજ્ય સુવ્યવસ્થિત કરી ઠાઠમાઠ થી રાજાએ દીક્ષા સ્વીકારી નિરતિચાર ચારિત્ર પાળી અંતકૃત કેવળી થઈ સર્વ દુ:ખ વગરનાં મોક્ષ ને પામ્યો. તે બન્ને પણ પ્રચંડ આજ્ઞા શાસનવાળા મહારાજા બન્યા. અને ત્રણે વર્ગનું સંપાદન કરવામાં તત્પર રાજ્ય સુખને અનુભવતાં તેઓનો સમય વીતવા લાગ્યો. કેટલો કાળ જતાં બન્ને ચરમ પ્રહરમાં સારી રીતે ધર્મધ્યાનમાં પ્રવર્તવા રૂપ સુદક્ષાગરિકાને કરતા એ પ્રમાણે વિચારવા લાગ્યા કે જન્માંતરમાં કરેલી વિચિકિત્સાનાં કર્મ વિપાકને જોઈને પણ હાં અનેક આપત્તિને કરનાર, દુર્ગતિમાં જવા સારુ તૈયાર માર્ગ, ક્લેશ કંકાસનું ઘર, પ્રમાદનું પરમમિત્ર, અશુભ અધ્યવસાયનું કારણ એવાં અત્યારે આપણે કેવી રીતે રાજ્યમાં આસક્ત થઈને પડ્યા છીએ. હવે તો ભગવાન પાસે દીક્ષા લઈ લઈએ. અને સંયમ માં ઉદ્યમ કરીએ. ત્યાં તો જેઓનો સમય પાકી ગયો છે એમ જાણી સંયમસિંહસૂરિ પધાર્યા. તેઓશ્રીની જાણ માટે ગોઠવેલ માણસો પાસેથી તેઓશ્રીનું આગમન સાંભળી હરખઘેલા બની ભગવાનને વાંદવા ગયા, ભાવપૂર્વક વાંદીને તેઓશ્રીની પાસે બેઠા, અને ધર્મ સાંભળ્યો, ત્યારે ગુરુને પોતાના અભિપ્રાય નિવેદન કરી. નગરમાં ગયા. પુત્રને રાજ્ય સ્થાપી પ્રધાન પુરુષો જેમની પાછળ પાછળ ચાલી રહ્યા છે, એવા તે બન્ને (પૃથ્વી સાર-કીર્તિસાર) ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy