________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સંવેગાદિના અતિશયથી તપસંયમમાં ઉદ્યમ કરી જીવનપર્યત નિરતિચાર ચારિત્ર પાળી મૃત્યુ સમયે મરણ પામી સર્વાર્થ સિદ્ધિમાં ગયા. ત્યાંથી એવી તેજ વિજયમાં રાજપુરનગરમાં રાજપુત્રો થઈ મોક્ષે જશે.
(ઈતિ પૃથ્વીસાર કીર્તિદેવકથા સમાપ્ત) એ પ્રમાણે વિચિકિત્સા સમકિતને દૂષિત કરે છે, અને અનર્થનું કારણ હોવાથી ત્યજવી જોઈએ.
હવે “ચતુર્થદૂષણ કુતીથકોની પ્રકટ પ્રશંસા કરવી સૌગત વિ.ની ઘણાં જનોની સમક્ષ સ્તુતિ કરવાથી અન્યજનોનું મિથ્યાત્વ સ્થિર થવાથી મહાદોષ થાય છે. એ અર્થને જણાવા માટે પ્રક્ટ વિશેષણ મુક્યુ છે. ગુમ રીતે પ્રશંસા, કરતા (માત્ર) પોતાનું સમકિત દૂષિત બને છે.
| નિશીથ માં પણ કહ્યું છેકે .. (પ્રશંસા- સ્તુતિ = તેમના ગુણો ગાવા) અનાદિકાળનાં સ્વભાવથી બીજી રીતે પણ આત્માનું મિથ્યાત્વ વધે છે. તો પછી “અવિરત/અજ્ઞાનીઓ મધ્યેજ સાધુ મિથ્યાદર્શનની પ્રશંસા કરે છે, તેનું શું થશે ? - અહિં વિપરીત રૂપે સુલસાનું દ્રષ્ટાન્ત જાણવું. જેમ સુલસાએ કુતીથકોની પ્રશંસા ન કરી તેમ બીજાઓએ ન કરવી જોઈએ. તે દ્રષ્ટાન્ત ભૂષણ દ્વારમાં કહેવાઈ ગયું છે. પાંચમું દૂષણ વારંવાર કુતીથકોનો પરિચય કરવો તે ક્યારેક રાજા વિ. ના આગ્રહથી સેવા પરિચય કરવો પડે તો દૂષણ રૂપ નથી. તે જાણવા સારુ ‘અભિખણ” પદ કહ્યું આ સતત પરિચય પણ મહાઅનર્થ નો હેતુ હોવાથી તેનું વર્જન કરવું અહિં જિનદાસનું કથાનક કહે છે.
જિનદાસ કથા
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રના મધ્ય ખંડમાં જેમાં ગામ, ગાયનો વાડો વ્યવસ્થિત ગોઠવાયેલા છે સાગરકાંઠે રહેલ, જેમાંથી ઘણાં જ દુષ્ટ, વૃષ્ટ, શત્રુ રાજ્ય તરફનો કષ્ટભય, અને આકુલતા નાશ પામી ગઈ છે. અર્થ-ધનને પ્રાપ્ત કરેલ વિશિષ્ટ લોકોનો જ્યાં વાસ છે. એવો રાષ્ટ્રોમાં સોહામણો સૌરાષ્ટ્ર નામે દેશ છે. ત્યાં મહાનરેન્દ્રની જેમ ઘણાં ના શરણભૂત, શૂરપુરુષો ના શત્રુકલ જેમ ઘણી વિધવાવાળુ હોય, (પક્ષે) ઘણાં વૈભવવાળું, જેમ ચિત્ર ઘણાં વર્ણવાળું હોય, તેમ ઘણી (જાતિ) વાળું, દરિદ્રકુલની જેમ ઘણી પ્રજાવાળું, સમુદ્ર જેમ