SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ વિખરી જાય તેમ ક્ષણ માત્રમાં નાશી ભાગ્યું. તે દેખી પોતે પાછો વળી નગરમાં ભરાઈ ગયો. અને ચારે કોર સૈન્ય ગોઠવી દીધું અને શત્રુ સૈન્ય પણ નગરને ઘેરો ઘાવ્યો. અને દરરોજ ઘુસણ ખોરી કરે છે. ત્યારે એક વખત ઘસવા જતાં/સામનો કરવા જતા કિલ્લો ખાલી જોઈ તેઓએ સૂરિને પૂછયું ત્યારે સૂરીએ યાદ કરી જવાબ આપ્યો કે આજે આઠમ છે. તેથી ગર્દભિલ ઉપવાસ કરીને ગર્દભી મહાવિદ્યાને સાધી રહ્યો છે. તેથી કિલ્લાનાં ઉપરના ભાગે રહેલ ગધેડીની તપાસ કરો. તપાસ કરતાં ગધેડી દેખાઈ. સાધનાં પૂરી થતાં આ ગધેડી મોટો અવાજ કરશે. અને તેને જે શત્રુ સૈન્યના મનુષ્ય કે પશુ સાંભળશે. તેઓ લોહી વમતા હેઠા પડશે; તેથી તે સર્વને બે ગાઉ દૂર લઈ જાઓ. અને એકસો આઠ શબ્દવેધી યોધાઓ અહીં મારી પાસે રાખો. એકસો આઠ શબ્દ વેધી યોદ્ધાઓને સુરીએ કહ્યું કે જ્યારે ગધેડી શબ્દ કરવાં સારૂ મોઢું ખોલે ત્યારે તે અવાજ કરે તેની પહેલાં જ તેનું મોટું બાણથી ભરી દેજો. જો અવાજ કર્યો તો તમે પણ પ્રહાર કરી શકશો નહિં. માટે સજાગ થઈ તીર તાણીને ઉભા રહો. તેઓએ પણ સૂરિનાં કહેવા પ્રમાણે કર્યું. ત્યારે કાન સુધી ખેંચાયેલા ધનુષ્યમાંથી છૂટેલાં બાણથી મોટું ભરાઈ જવાથી પીડાયેલી ગધેડી અવાજ કરી શકી નહિ તેથી પ્રતિહત શક્તિવાળી ગર્દભવિદ્યા તે સાધક ઉપર મૂતરી અને લાત મારી ને જતી રહી. સૂરિએ શાહીઓને કહ્યું હવે આને પકડો બસ આનું આટલું જ બળ હતું. ત્યારે કિલ્લો તોડી ઉજ્જૈનીમાં પ્રવેશ્યા. જીવતો જ ગર્દભિલને પકડ્યો અને મુશ્કેટોટ બાંધી સૂરિ સમક્ષ હાજર કર્યો. સૂરિએ કહ્યું કે પાપિષ્ટ ! દુષ્ટ ! નિર્લજ્જ! અનાર્યકાર્ય કરવા તૈયાર થયેલાં ! મહારાજયથી ભ્રષ્ટ થયેલાં ! નહિં ઈચ્છતી સાધ્વીનો નાશ કર્યો અને સંધનું માન્યો નહિં તેથી મે આ કર્યું. - મહામોહથી મોહિત બની જે સાધ્વીના શીલનો નાશ કરે છે, તે માણસ જિનધર્મ અને બોધિલાભનાં મૂળમાં અગ્નિ ચાંપે છે. નષ્ટ બોધિ લાભવાળો તું પણ અનંત દુ:ખથી ભરપૂર સંસારમાં ભમીશ. વળી આ જન્મમાં પણ બંધન, તાડન, અપમાન ઈત્યાદિ દુઃખને પામ્યો. તે તો સંઘ અપમાન રૂપ વૃક્ષ નું ફૂલ છે નરક તિર્યંચ હલ્દી જાતનાં મનુષ્ય તથા નીચકોટિનાં દેવમાં જઈ સંકટોથી પીડાતો અનંત ભવોમાં રખપટ્ટી કરીશ તે તેનું કરુણ ફળ થશે. માન મદથી અક્કડ બનેલો જે થોડું પણ સંઘનું અપમાન કરે છે તે ભયાનક દુઃખ સાગરમાં જાતને ડુબાડે છે. શ્રી શ્રમણ સંઘની આશાતના વિ.થી જીવો જે દુઃખ પામે છે તે કહેવા
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy