________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પ્રત્યક્ષ થાય છે તેમ મત્ત હાથીઓ ચોતરફ દેખાય છે. એવો શરદ કાળ આવ્યો. અને તે કાળમાં સજ્જનની મનોવૃત્તિ જેવી નદીઓ ચોકખી થઈ, શ્રેષ્ઠ કવિની વાણી જેવી દિશાઓ નિર્મળ બની પરમ યોગીના શરીર જેવું ધૂળ વગરનું ગગનમંડલ થયું.
જેમ મુનિઓ શુદ્ધ મનથી શોભે છે તેમ સમરછદના વૃક્ષો પુષ્પોથી શોભે છે. શ્રેષ્ઠ કારીગરે ઘડેલી દેવકુલની પંકિતઓ સુંદર ચમકતી હોય છે તેમ સુંદર તારાઓવાળી રાત્રીઓ શોભી રહી છે.
પાકેલા ધાન્યવાળી પૃથ્વી ઘણી શોભવા લાગી. વળી હર્ષ ભરેલાં ગાયનાં સમુદાયમાં રહેલાં અભિમાની બળદો ઢેકારો કરવા લાગ્યા. અમૃતનાં પૂર સમા ચંદ્રનાં કિરણો રાત્રે આખાએ મૃત્યુલોકને વિશેષ સ્નાન કરાવી ઢાંકી રહ્યા છે. જેમાં વળી શાલિવનનું રક્ષણ કરવા તૈયાર થયેલી ભીલડીઓનાં મુખેથી ગવાતા મધુર ગીતોમાં આસક્ત બનેલાં મુસાફરો માર્ગથી ભ્રષ્ટ થાય છે. આવો સર્વ જીવોને સંતોષ આપનાર શરદ કાલ આવ્યું છતે ચકવાક જાણે સંસારના વિચિત્ર સ્વભાવને સિદ્ધ કરવા સારુ શોકાતુર બન્યો.
આવી શરદકાલની શોભા જોઈ પોતાની ધારણા સિદ્ધ થવાની કામનાવાળા સૂરીએ તેઓને ઉજજૈની નગરી જીતવાનું કહ્યું અને ઉમેર્યું કે તેની સાથે મોટા ભાગનો માલદેશ સંકલાયેલો છે. તેથી ત્યાં તમારો સારી રીતે નિર્વાહ (ગુજરાન) થઈ શકશે. એમ કરીએ પણ અમારી પાસે ભાથું નથી કારણ કે આ દેશમાં તો અમને માત્ર ખાવા પુરતું જ મળ્યું છે. ત્યારે સૂરિએ યોગચૂર્ણની એક ચપટી નાંખી કુંભાર જ્યાં વાસણો પકવે તેવાં ઈંટનિભાડાને - કુંભારવાડાને સોનાનો કરી દીધો. રાજાઓને કહ્યું કે તમે આ ભાતું હાથ કરો.
ત્યારે સરખે ભાગે વહેંચી સર્વ સામગ્રી સાથે ઉજૈની ભણી પ્રયાણ કર્યું. વચ્ચે આવતા લાટ દેશમાં રાજાઓને સ્વાધીન કરી ઉજજૈની દેશના સીમાડે પહોંચ્યા ત્યારે શત્રુ સૈન્યને આવતું સાંભળી મોટા સૈન્ય સાથે ગર્દભિલ શરહદે આવ્યો. ત્યારે અભિમાને ચડેલી બન્ને બળવાન સેનાઓ વચ્ચે ભારે યુદ્ધ થયું.
યુદ્ધ વર્ણન - પડતાં તીક્ષ્ણ બાણ, સર, ભાલા વાવલ્લ બઈથી ૌદ્ર, ફેંકાતા ચક તીક્ષ્ણ ધારાવાળી બછીં ઘણ બાણથી ભયંકર, આ બધા વિશેષ પ્રકારના શસ્ત્ર છે. તેમાં તલવાર કુહાડી ભાલા કંગીના ઘર્ષગથી અગ્નિનાં કણીયા ઉછળી રહ્યા છે; સુભટોનો પોત્કાર થઈ રહ્યો છે. ધૂળ ઉડવાથી સૂર્યનાં કિરાણો ઢંકાઈ ગયા છે. આવું યુદ્ધ થતાં ગર્દભિલનું સૈન્ય વાયુથી વાદળા