________________
૧૬૬
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
કાળુ ઢબ બની ગયું. તે દેખી સૂરિએ વિચાર્યુ કે શાહી જુદા જ ભાવ કરતો કેમ દેખાય છે ? કારણ કે સ્વામીના પ્રસાદે આવેલું ભેટમું જોઈ ‘“વાદળા જોઈ મોર હર્ષ ઘેલાં બને છે; તેમ સેવકો ખુશ થાય છે.'' ત્યારે એમનું તો મુખ કાળું થઈ ગયું છે તેથી આનું કારણ પૂછું ?
આ દરમિયાન જ્યારે શાહીનાં પુરુષે બતાવેલાં દૂતવાસમાં દૂત ગયો. ત્યારે સૂરિએ ‘“સ્વામીની કૃપા આવવાં છતાં તમે ઉદાસ કેમ દેખાઓ છો ?’’ શાહીએ જવાબ આવ્યો કે હે ભગવાન્ ! આ સ્વામીનો પ્રસાદ નહિ પરંતુ ક્રોધ આવ્યો છે. અમારાં સ્વામી જેનાં ઉપર ક્રોધિત બને છે. તેને નામાંકિત મુઘાવાળી છુરી મોકલે છે. તેથી કોઈક કારણથી ક્રોધે ભરાઈ આ છુરી મોકલી છે. આનાથી જાતનો ઘાત કરવાનો છે. આ સ્વામી ઉગ્ર દણ્ડવાળો હોવાથી તેની આજ્ઞામાં કોઈ જાતનો વિચાર કરી શકાય નહિં. સૂરિએ કહ્યું તારા એકલા ઉપર રૂઠ્યો છે કે અન્ય ઉપર પણ ? શાહીએ પૂછ્યું મારા સિવાય અન્ય પંચાણું શાહી ઉપર રૂઠ્યો લાગે છે. કારણ કે આ છરી ઉપર છન્નુમો આંક દેખાય છે. સૂરિએ કહ્યું તો પછી મરવાનું રહેવા દો. શાહીએ કહ્યું - શાહાનુશાહી ગુસ્સેથાય પછી કુલક્ષય થયા વિના રહેતો નથી. હું એકલો મરી જાઉં તો બાકીના કુલનો ક્ષય ન થાય. સૂરિએ કહ્યું એમ હોય તો પણ દૂત મોકલી પંચાણું શાહીઓને અહીં બોલાવી દો. અને આપણે બધા હિંદુ દેશમાં જઈએ. જેથી તમારો કે તમારાં કુલનો પણ નાશ થશે નહિં. શાહાનુશાહીનાં દૂત પાસે અન્ય પંચાણું નાં નામ જાણી પોતાનો દૂત મોકલી કહેવાડ્યું કે તમે પ્રાણ ત્યાગ કરતાં નહિં પણ બધા અહીં આવી જાઓ. હું બધું સંભાળી લઈશ. ત્યારે પ્રાણોનો ત્યાગ ઘણી અઘરી ચીજ હોવાથી તેઓ સર્વ સામગ્રી ભેગી કરી ત્યાં જલ્દી આવી ગયા. ત્યારબાદ શાહીએ સૂરિને પૂછ્યું હવે અમારે શું કરવાનું છે; તે ફરમાવો ! સૂરિએ કહ્યું કે સૈન્ય સાથે સિંધુ નદી ઉતરી હિંદુ દેશમાં ચાલો. પછી વહાણમાં બેસીને સૌરાષ્ટ્રમાં આવ્યા. આ દરમ્યાન વર્ષાઋતુ શરુ થઈ એટલે માર્ગો દુર્ગમ થયા. તેથી સૌરાષ્ટ્ર દેશમાં ઢંક પર્વતની પાસે છન્નુ ભાગ પાડીને રહ્યા.
આ અરસામાં જેમ મોટો રાજા શોભાશાળી પ્રધાનવાળા હોય તેમ સુંદર સફેદ કમલવાળો, જેમ મોટા યુદ્ધનાં સમયે ઘણાં રાજાઓ ઉછળતા હોય તેમ ઘણાં ગોવાળો ચંચલ બની રહ્યા છે. નવો વર્ષા કાળ જેમ બગલાવાળો દેખાય છે તેમ ઘોળા બગલાઓ દેખાય છે. જેમ ભગવાન શ્રેષ્ઠ રાજાઓથી સેવાય છે. તેમ રાજહંસ ચોતરફ ફરી રહ્યા છે. શ્રેષ્ઠ મહેલ માં જેમ સુંદર ઝરોખાં