________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૬૫ અનુકૂલ કે પ્રતિકૂલ ઉપાયથી શિક્ષા આપવી જોઈએ. (૨)
તથા સાધુ અને ચૈત્યનાં શત્રુને તથા જિનશાસનનાં નિંદાખોરોને વિશેષ કરી સર્વશક્તિથી વારવા જોઈએ. ૨
આવી પ્રતિજ્ઞા કરીને સૂરિએ વિચાર્યું આ ગભિલ મહાપરાક્રમી અને ગદંભી વિદ્યાનાં લીધે બલિષ્ઠ છે. માટે તેને ઉખેડવાનો કોઈ ઉપાય કરવો પડશે. એમ વિચારી કપટથી પાગલ બની ત્રણ રસ્તે ચાર રસ્તે ચોક વિ. જાહેર સ્થલમાં આ પ્રમાણે બકવા લાગ્યા. જો ગર્દભિલ રાજા છે તો તેથી શું થયું ?
એનો દેશ રમ્ય છે તો તેથી શું થયું ? રમ્ય-રાણી વાસ છે તો તેથી શું થયું ? નગરી સારી વસેલી છે તો તેથી શું થયું ? માણસો સારા વેશવાળા છે તો તેથી શું થયું ? ભિક્ષા માટે કરું તો તેથી શું થયું ? જો હું સૂના ઘરમાં સુઈ જાઉં તો તેથી શું થયું.
એ પ્રમાણે સૂરિને બોલતા દેખી નગરજનો કહેવા લાગ્યા. અરેરે ! રાજાએ સારું નથી કર્યું. કારણ કે બહેન આપત્તિ માં પડવાથી પોતાનાં ગચ્છને મૂકી આ સકલગુણના નિધાન ! કાલકસૂરિ પાગલની જેમ ભમે છે તે ખેદ જનક છે.
બાળ, ગોવાળ, સ્ત્રી વિ. પાસેથી રાજાની નિંદા સાંભળી મંત્રીઓએ રાજાને કહ્યું કે રાજન્ ! આ બરાબર નથી કર્યું. આ સાધ્વીને છોડી દો. એનાં લીધે ભારે નિંદા થઈ રહી છે. વળી મોહ વશ બનેલો જે માણસ ગુણીજનનું અહિત કરે છે. તે જાતને દુઃખ દરિયામાં ડુબાડે છે. ત્યારે રાજા ગુસ્સે થઈને કહેવા લાગ્યો કે આવી શિખામણ તારા બાપને આપજે. તે સાંભળી ‘સમુદ્ર મર્યાદા ઉલંઘે તો કોણ રોકી શકે’ એવું દિલમાં ધારી મંત્રીઓ ચૂપ થઈ ગયા.
તે વાતની માહિતી મળતાં સૂરિ નગરથી નીકળી નિરંતર વિહાર કરતાં કરતાં ઈરાન કાંઠે શકફૂલ નામના કુલમાં પહોંચ્યા. ત્યાં જે સામંત હોય તે શાહી અને તેમનો અધિપતિ તે શાહાનુશાહી કહેવાય છે.
કાલકસૂરિ એક શાહી પાસે રહ્યા અને મંત્ર તંત્રાદિથી તેને પ્રસન્ન કર્યો. એક વખત વિવિધ ગોષ્ઠી કરતો સુરિ સમીપે ખુશમિજાજ બની શાહી બેઠો હતો. ત્યાં પ્રતિહારે આવીને વિનંતિ કરી કે હે સ્વામી ! શાહાનુશાહીનો દૂત આવ્યો છે. જલ્દી અંદર બોલાવો. ત્યારે અંદર બોલાવ્યો આપેલ આસન ઉપર બેઠો. અને દૂતે ભેટ આપી. તે જોઈ નવી વર્ષા ઋતુનાં આકાશ જેવું મોટું