SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ મારી વિનંતિ સાંભળો પલિતનાં (ધોળાવાળ) નાં બહાને કાનની નજીક રહેલો દૂત કહી રહ્યો છે કે હે રાજન્ ! ઘડપાગ આવી રહ્યુ છે. તેથી જે કરવાનું હોય તે જલ્દી કરી લો. તે સાંભળી પુત્ર સમરમૃગાંક ને રાજ્ય સ્થાપી. રાગી સાથે દીક્ષા લીધી. સમરમૃગાંક પણ ચોતરફ પ્રસરેલા પ્રતાપવાળો અશોકદેવી સાથે ભોગ ભોગવતો રહે છે. એ અરસામાં સમરમૃગાકે પૂર્વે જીવઘાત થી બાંધેલા ઘણાં જ માઠા પરિણામવાળુ કર્મ ઉદયમાં આવ્યું. જેથી બંભાનગરના રાજા શ્રીબલે નિર્નિમિત યુદ્ધ છેડ્યું અને સમરમૃગાંકના પ્રધાન યોદ્ધાઓ તેમાં ભળી ગયા તેથી પોતે યુદ્ધમાં જ મય અને રૌદ્રધ્યાનથી નરકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળો નારકપણે ઉપન્યો. તે સાંભળી અશોકદેવી પણ વિરહશોકથી પીડાયેલી ચક્કર આવવાથી ધબ દઈ નીચે પટકાણી, આશ્વાસન આપતા રૌદ્રધ્યાનથી અત્યંત મોહથી મુગ્ધ બનેલી રાણીએ એવા પ્રકારનું ઘોર પાપ કરી નિયાણું કર્યું. કે અભાગિણી હું પણ જ્યાં રાજા ઉપન્યો છે. ત્યાં જ જાઉ. ત્યા જે અગ્નિમાં સંક્ષિણ ચિત્તવાળી પોતાના શરીરને બાળે છે. અને જ્યાં રાજા હતો ત્યાં જ ઉપજી. સદા ઉદ્વિગ્ન, ભારે દુઃખી, કરુણા ઉપજાવે તેવાં શબ્દો બોલનારા, હંમેશને માટે ભયભીત એવા તેઓએ જેમ તેમ કરી (કમ પણ કરીને) સત્તર સાગરોપમ ગાળ્યા. ત્યાંથી નીકળી રાજા પુષ્કરાઈભરતનાં બેન્નાપ્રદેશમાં દારિદ્ર કુલમાં ગાથાપતિ પુત્ર થયો. દેવીપણ ત્યાંજ સમાનજાતિમાં દરિદ્રપુત્રી થઈ. અનુક્રમે ભાગ્ય યોગે તે બન્નેના લગ્ન થયા. પૂર્વભવનાં અભ્યાસના કારણે પરસ્પર અનુરાગવાળા બન્ને દારિદ્રયને ભૂલી સુખેથી રહે છે. એક વખત ગુણના ભંડાર ગૌચરી જતાં સાધ્વીગાણને ઘરઆંગણે દેખી પ્રાસુક અન્નપાણી હર્ષથી વિકસિત રોમરાજીવાળા બન્ને જણાએ વહોરાવ્યા, “તમે ક્યાં રોકાયેલા છો ?” એ પ્રમાણે પૂછતા સાધ્વીજીએ કહ્યું અમે વસુશેઠ ના ઘરની પાસે તેનાં જ બનાવેલા ઉપાશ્રયમાં રોકાયેલા છીએ. અને મધ્યાન્ને વધતી જતી શ્રદ્ધાવાળા બન્ને તેમના ઉપાશ્રયમાં ગયા. બંને જગાએ ત્યાં સામે રહેલી પુસ્તકમાં નજરવાળી જાણે કમળની વેલ ન હોય તેની જેમ જેની તનુનાલ નમી પડેલી છે, નયનરૂપી ભ્રમરને ધારણ કરનારી તેમજ નીચે નમેલા મુખકમલવાળી વિસ્તૃત મહાઅર્થવાળા અગ્યારે અંગ જેની કમળના પાંદડા સરખી કોમળ જીભ ની ટોચે રહેલા છે એવા સુવ્રતા નામની મહત્તાને દેખ્યા જે વિસ્મયથી વિકસિત નયણવાળા, ભક્તિસમૂહથી પૂર્ણ અંગવાળા, રોમાન્નિત ગાત્રવાળા, તે બન્ને જણા વાંદીને બેઠા, મહત્તરાએ પણ શ્વેત વસ્ત્રની અંદર રહેલા એક હાથને નીકાળી અર્ધ નમેલાં મુખથી ધર્મલાભ આપ્યા. બાકીની
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy