________________
૫૩
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સાધ્વીજીઓને વાંદી, ફરી ગણિની પાસે બેઠા, જેના દાંતમાથી નિર્મલકિરણો નીકળી રહ્યા છે એવી ગણિનીએ પૂછયું, ક્યાં રહો છો, અહીં જ રહીએ છીએ. ત્યારે ગોચરી ગયેલ સાધ્વીજીએ કહ્યું આ ઘણાજ શ્રદ્ધાવાળા છે. તમને વાંદવા આવ્યા છે. તમે સારું કર્યું, કે ધર્મમાં મન પરોવી અહિં આવ્યા, ભવ્ય પ્રાણીઓનું આજ કર્તવ્ય છે. કારણ કે શારીરિક અને માનસિક દુઃખથી પીડીત પ્રાણીઓને આ સંસારમાં ધર્મને મુકી બીજું કોઈ શરણ નથી. સ્વપ્ન-માયા અને ઈન્દ્રજાલ સમાન ચલ અને અસાર સંસારમાં મનુષ્યપણું મુકી અન્યત્ર રહેલો જીવ બરાબર ધર્મ કરી ન શકે, તેવો મનુષ્ય જન્મ મેળવીને જેઓ વિષય લુબ્ધ બની ધર્મ કરતા નથી તેઓ ચંદન ને બાળી અંગારા વેચવાનું કામ કરે છે. તેમ જાણવું. ધર્મથી સર્વભાવો સુખ આપનારા બને છે. ધર્મથી ટૂંક સમયમાં શાશ્વત સુખવાળું સિદ્ધિપદ પ્રાપ્ત થાય છે. ત્યાં ધર્મનું મહત્વ સાંભળી, યથાશક્તિ વિરતિ સ્વીકારી, વીતરાગ પરમાત્માએ ફરમાવેલા દુઃખ ને દૂર કરવા માટે વિરેચન સમાન એવા ધર્મને સાંભળવા દરરોજ આવજો. ગણિણીના વચન સ્વીકારી ઘેર ગયા, હર્ષિત હૃદયવાળા ધર્મમાં અનૂરાગવાળા તેઓ કેટલાક દિવસમાં ઉચ્ચ ભક્તિવાળા બની વિષયસુખથી મનને વાળી ઉત્તમ શ્રાવક થયા.
દરરોજ ત્યાં આવવા લાગ્યા અને ઉત્તમ શ્રાવક ધર્મ પાળી મરીને બ્રહ્મદેવલોકે ગયા. સત્તર સાગરોપમ સુધી શ્રેષ્ઠ સુખ અનુભવી ત્યાંથી આવી આજ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં મિથિલાનગરીમાં કીર્તિધર્મ રાજાની શ્રીકાંતા રાણીની કુમિમાં ભિલ્લજીવ ઉપન્યો. ત્યારે રાણીએ મુખથી ઉદરમાં પ્રવેશતો સિંહ કિશોર દેખ્યો.
રાજા પાસે જઈ અંજલિ જોડી સ્વપ્ન કહેવા લાગી. તે સાંભળી રાજા કદંબ પુષ્પની જેમ રોમાન્નિત થયો. સ્વપ્નઅર્થ વિચારી રાજા હર્ષવશે અટકતો કોયલ જેવી કોમલ વાણીથી રાણીને કહેવા લાગ્યો, હે દેવી! અભિમાની શ્રેષ્ઠ માણસરૂપી હાથીને ફાડી નાંખવા માટે “અસામાન્ય તીણ નખવાળા - પૃથ્વીમા અજબ કોટીનો વીર એવો સિંહ સમાન” પુરુષ જાતિમાં સિંહ સમાન પરાક્રમી એવો તારે પુત્ર થશે. રાજાના તે વચનને બહુમાનથી સ્વીકારી સુપ્રશસ્ત દોહલાને પૂર્ણ કરી ગર્ભધારણ કરે છે. શુભદિવસે દેવકુમાર સરખો પુત્ર જન્મ્યો.
પ્રિયંગુલતા દાસીએ રાજાને વધામણી આપી. દાસીને પ્રીતિદાન આપી મસ્તક ધુણાવા લાગ્યો. ત્યારપછી ધુંસરી, મુશલ, ધ્વજા, ઘાગીના ચકને ઉંચા મૂકાવી દીધા છે. એટલે આવા કષ્ટદાયક વ્યાપાર બંધ કરાવ્યા, અથવા ધ્વજ પતાકા વગેરેથી રાજ્ય સજાવ્યું. એવો વધામણી મહોત્સવ રાજાના આદેશથી