________________
૫૪
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સમસ્ત રાજ્યમાં શરૂ થયો.
વળી સર્વ બંદીજનો છૂટા કરાઈ રહ્યા છે, વાજીંત્ર વાગી રહ્યા છે, નારી સમૂહ નાચી રહ્યો છે. માથાના વસ્ત્ર હરાઈ રહ્યા છે, મંગલ ગીતો ગવાઈ રહ્યા છે. બજારો શણગારાઈ રહી છે, કંચુકીઓ ગોળ ભમી રહ્યા છે, કુબડા અને લંગડા આળોટી રહ્યા છે, ભાટચારણો રાજાને વખાણી રહ્યા છે. હાથી રથ અપાઈ રહ્યા છે. સામંતોને ખુશ કરાય છે, બહુ દાન અપાઈ રહ્યું છે, મીઠા જળ પીવાઈ રહ્યા છે. વિવિધ ભોજન જમાઈ રહ્યા છે, અનેક આશ્ચર્યો દેખાઈ રહ્યા છે, પૂજાપાત્રો ચોખાના ભરેલા થાળ વધામણી નિમિત્તે આવી રહ્યા છે, દાન દેવા યોગ્ય ગણી લોકો પૂજાઈ રહ્યા છે, છત્રો ઉંચા કરાઈ રહ્યા છે, ક્ષત્રિયોને માન, પાન અપાઈ રહ્યા છે, “અક્ષતથી વધાવી રહ્યા છેબાળકોનું રક્ષણ કરાઈ રહ્યું છે, દુશ્મનોને દુ:ખ ઉપજી રહ્યુ છે. મિત્રો મજા માણી રહ્યા છે, આ વધામણીના મહોત્સવમાં મહાલી રહેલા રાજાના સેંકડો મનોરથ સાથે અનુક્રમે મહીનો પૂરો થઈ ગયો,
શુભદિવસે રાજાએ મિત્ર સ્વજન અને બધુવર્ગ (સગાસંબંધી) નો આદર સત્કાર કરી પુત્રનું વિજયવર્મ નામ પાડ્યું. પાંચ ધાવમાતાથી લાલન પાલન કરાતો અનુક્રમે આઠ વર્ષનો થતા કલાગ્રહણ કરી, સર્વકલામાં સંપન્ન અને કામદેવના રાજભવન સમાન નવીન વયમાં આવેલો જાણી રાજાએ સર્વકલામાં કુશલ, અતિશય શોભાયમાન આકૃતિવાળી અને શરીર પર વસ્ત્રાદિની સજાવટવાળી બત્રીસ શ્રેષ્ઠ કન્યાઓ પરણાવી.
આ બાજુ ભિલ્લરાણી આજે ભારતમાં પૃથ્વીનારીના તિલકસમાન, સારા પ્રકાશવાળા અને જે ધનધાન્યથી સંપન્ન છે, એવા શુભવાસ નામના નગરમાં વિમલાલ નામે રાજા છે.
જેણે શત્રુ પક્ષનો નાશ કરી દીધો છે. જે અક્ષત/સુંદર ઈન્દ્રિયોવાળો છે. જે ઘણાં લોકોનો રક્ષણ કરનારો અને સર્વકલાઆગમમાં દક્ષ છે તેને ગુણનો ભંડાર, નારીની લીલાથી ત્રણે લોકને તોલનારી (ત્રણે લોકમાં શ્રેષ્ઠ) કમળના પાંદડા સરખા દીર્ઘ નયણોવાળી કમલાવતી નામે રાણી છે તેની કુક્ષિમાં ઉપજી, પોતાના ખોળામાં ચંદ્રકલાને સ્વપ્નમાં જોઈ પતિને વાત કરી પતિએ કહ્યું તારે પુત્રી જન્મશે, જેનાં દોહેલાં પૂર્ણ થઈ ગયા છે એવી રાણીએ શુભદિવસે સુખપૂર્વક શ્રેષ્ઠ બાલિકાને જન્મ આપ્યો.