________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૮૩
શ્રી કૃતપુpય કથાનક વર-વિજયો (રાજાના પક્ષે શ્રેષ્ઠ જય) યુક્ત, હજારો નદીઓ (રાજાને પક્ષે) હજારો સેનાઓ થી સંકીર્ણ, સુંદર સૂર્ય/ચંદ્ર (રાજાના પક્ષે) સુંદર ઘોડાયુક્ત સારા પ્રદેશ વાળો (રાજાના પક્ષે) સારી પ્રજાવાળો એવો જંબુદ્વીપ છે. તેમાં વળી અર્ધચંદ્રના આકારવાળુ છ ખંડવાળુ ભરતક્ષેત્ર છે. તેમાં દેશના ગુણોથી યુક્ત અને મનોહર એવો મગધ દેશ છે. તેમાં વળી ધરતી રાણીના મુકુટ સમાન રાજગૃહ નામે નગર છે. જેનાં શત્રુ હણાઈ ગયા છે. એવો શ્રેણીક રાજા તેનું પાલન કરે છે. સુકુલમાં જન્મેલી રતિ સરખી રૂપાલી નંદા અને ચેલાણા નામની રાણીઓ સાથે ભોગ ભોગવે છે.
તે જ દેશમાં એક ગામમાં વાછરડાનું પાલન કરનારી દારિદ્રથી પરાભવ પામેલી એવી એક સ્ત્રી છે. તેણીનો છોકરો પાલન કરતો હતો ત્યારે જંગલમાં યતિ યોગ્ય એક ઠેકાણે કાઉસગ્નમાં રહેલાં એક શ્રેષ્ઠ સાધુને જોયા. તપથી સુકાયેલાં શરીરવાળા તેમને દેખી બાલક વિચારવા લાગ્યો. એમનું જન્મ જીવન મનુષ્યપણું સફળ છે. જે નિર્જન જંગલમાં આવા પ્રકારની વિવિધ તપ કરે છે. મારું પણ કંઈક પુણ્ય લાગે છે. જેથી એમનું દર્શન મને થયું. તેથી તેમને વાંદી આત્માને પવિત્ર બનાવુ. મુનિને વાંદતો હતો ત્યારે કોઈક ઉત્સવ આવ્યો. તેથી ગામ નારીઓ પાસે દૂધ વિ. માંગી પોતાના પુત્ર માટે ખીર બનાવી.
ઘર આંગણામાં જમવા બેસેલા પુત્રને ઘી, ગોળ યુક્ત ખીરનો ભરેલો થાળ આપી કાર્ય માટે માતા ઘરમાં ગઈ. એટલામાં તે જ સાધુ ત્યાં આવ્યા. તેમને આવતાં જોઈ ભક્તિ વશથી રોમરાજી ખડી થઈ. અને હર્ષના આંસુથી ભીની થયેલી નયનવાળો વિચારવા લાગ્યો.
એક તો ઘર આંગણે સાધુ મહારાજા પધાર્યા. અને ઘરમાં ધન પણ ન્યાયથી મેળવેલું છે, સાધુને વહોરાવાનો મને આજે ભાવ પણ જાગ્યો છે. તેથી આજે હું મારી જાતને (આત્માને) પુણ્યશાળી માનું છું.
ક્યાં અમે અને ક્યાં આ મુનીવર ! કયાં અમે અને ક્યાં આ સંપતિ! ક્યાં અમે અને ક્યાં આ ભક્તિ ! ક્યાં અમે અને ક્યાં આ ત્રણેનું મળવું. એમ વિચારી થાળીમાં બે રેખા પાડી ત્રીજો ભાગ આપુ એમ ભાવના ભાવતો બાલક ઉઠ્યો. સાધુની સમીપે ગયો અને કહેવા લાગ્યો. જે આ શુદ્ધ હોય તો ગ્રહણ કરો. શુદ્ધ અને ભાવ જાગી મુનિએ પાત્ર ધર્યું. ત્રીજો ભાગ નાંખ્યો