________________
૨૮૪
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
આ તો ઘણી થોડી, લાગે છે. તેથી બીજો ભાગ નાંખ્યો ફરી વિચારવા લાગ્યો. જો ક્યાંથી કોઈક ખાટી વસ્તુ પડશે તો આ ખીર બગડી જશે. તેથી ત્રીજો ભાગ પણ આપે છે. વાંદીને પોતાના સ્થાને બેઠો. માએ બહાર આવી થાળી ખાલી દેખી ફરીથી ભરી. કંગાલપણાના લીધે પેટ ભરી ખાવાથી અજીર્ણ થયું.
શુભ મનવાળો રાત્રે મરી રાજગૃહી નગરીમાં ધનપાલ ઈભ્યના ઘેર ભદ્રાની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તેથી લોકો આ કૃતપુણ્ય છે એમ કહેવા લાગ્યા. જે મહાત્મા ધન ધાન્યની સમૃદ્ધિથી મનોહર આવા ઘરમાં (શેઠાણી)ના ગર્ભમાં ઉત્પન્ન થયો, હવે કાળ પાકના સર્વાંગે સુંદર, સુંદર કાંતિવાળા પુત્રને ભદ્રા શેઠાણીએ જન્મ આપ્યો. વધામણી આપતા શેઠે પુત્ર જન્મનો ઉત્સવ કર્યો. ગર્ભ રહેલો હતો ત્યારે જ લોકો આને કૃતપુણ્ય કહેતા હતા. તેથી મા બાપે તેનું કૃતપુણ્ય નામ પાડ્યુ. ક્રમશઃ વૃધ્ધિ પામતો બોત્તેર કલામાં કુશલ થયો. જેટલામાં કામિની જનને મોહ ઉપજાવનાર એવા યુવાન વયમાં રમતો થયો. ત્યારે માં બાપે રૂપાળી કન્યાઓ જોડે હાથ પકડાવ્યો. કલાનો રસીયો તે વિષયમાં મન લગાડતો નથી. તે દેખી ભદ્રાએ ધનપાલ શેઠને કહ્યું હે નાથ ! આ ધન વિસ્તાર નકામો છે. કારણ કે મૃતપુણ્ય તો કામમાં એકદમ નિઃસ્પૃહ મનવાળો છે. તેથી આ વિષય સેવે એવું કાંઇક કરો. શેઠે કહ્યું માણસોમાં ખવડાવ્યા વિના આહારાદિ સંજ્ઞા હોય છે. વળી હે પ્રિયા ! સ્વભાવથીજ જીવોને કામાગ્નિ દીપી રહી છે. તો કયો સકર્ણ (સમજું માણસ) જલતી આગમાં ઘાસ નાંખે. આ આમ જ છે. તો પણ એમ કરવાથી જ મને સંતોષ થશે. માટે વિચાર્યા વિના આ કરો. શેઠાણીનો નિશ્ચય જાણી ખરાબ આદતવાળા મનુષ્યોની મંડળી સાથે આખો દિવસ બાગ, બગીચા વિ. માં ફરે છે. ભટકે છે. એક દિવસ વેશ્યાવાડામાં ગયો. તેમાં વળી રૂપ, યૌવનવાળી વિજ્ઞાન, જ્ઞાન, વિનય, ઉપચારમાં કુશલ એવી વસંતસેના ગણિકાના ઘરમાં પેઠો. ત્યારે તેણીએ કામને ઉદીપ્ત કરનારી વિવિધ કથાથી તેને આકર્ષી લીધો. એટલામાં તેનાં દોસ્તારો ત્યાંથી નીકળી ગયા. કામ, કલા વિ. માં હોંશીયાર તેણીએ સુરત કાલે એવો રાગી બનાવ્યો કે તેનું મન બીજેથી પાછુ ફરી માત્ર તે વેશ્યામાંજ લાગી ગયુ. દેવની જેમ વિષયસુખ ભોગવે છે. મા બાપ ઈચ્છા મુજબ ધન મોકલે છે. એ પ્રમાણે નિશ્ચિંત બનેલા તેણે મા-બાપ મરી ગયા તેની પણ ખબર ના પડી તેથી તેની સ્રી ધન મોકલવા લાગી. એ પ્રમાણે કરતા કુબેરના આશ્રમ સરખું તેનું ઘર બારમા વરસે દરિદ્ર જેવું શૂન્ય થઈ ગયું. ધન ખલાસ