________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૮૧ મહેરબાની કરી આપ જાતે દીક્ષા આપો. વસ્ત્ર - ઘરેણાં મૂકી લોચ કરી પ્રભુ પાસે દીક્ષા લીધી. એ અરસામાં શાલીભદ્ર પણ આવો અદ્દભૂત વૃત્તાંત સાંભળી
અરે હું તો હાય'. એથી તરતજ બધુ છોડી શુભક્ષેત્રોમાં દ્રવ્ય આપી, શિબિકામાં આરૂઢ થયો. શ્રેણીક રાજા પણ તેની પાછળ ચાલવા લાગ્યા. એ પ્રમાણે ઠાઠ માઠથી નગર બહાર ગયો. છત્રાતિછત્ર દેખી તરતજ શિબિકાને મૂકી દે છે અને પૂર્વકમથી દીક્ષા લીધી.
આ સંસાર વનમાં ભમતા પ્રાણીઓને જિનધર્મયુક્ત મનુષ્યપણુ વિ. દુર્લભ છે, તેમાં વ્રત સામગ્રી મેળવવી ઘણી મુશ્કેલ છે. તે મળી જાય તો સર્વદુઃખો ને જલાલિ અપાય. માત્ર તેમાં અપ્રમત્ત થઈ ઉદ્યમ કરવો જોઈએ. પ્રમાદથી મોંઘેરી દીક્ષા મુધા (નકામી) બની જાય. એ પ્રમાણે શિખામણ આપીને સાધ્વીઓને ચંદના સાધ્વીને અર્પણ કરી અને તે બન્ને જણને વિરોની પાસે શિક્ષા માટે સોંપ્યા. અનુક્રમે ગીતાર્થ થયા.
દુષ્કર તપ કરી શરીર એટલું બધું પાતલુ અશક્ત બની ગયું કે હાડકા અને નસો દેખાવા લાગી. પ્રભુ સાથે રાજગૃહી પધાર્યા. શાલીભદ્ર મુનિ મા ખમણના પારણે પ્રભુને વાંદી ગૌચરી જતાં હતા. ત્યારે પ્રભુએ કહ્યું. આજે તારે માતાના હાથે પારણું થશે.” ઉંચાનીચા ઘેર ભમતાં બંને મહામુનિ ભદ્રા માતાના ઘેર પહોંચ્યા. પણ તપથી કાયા સુકાઈ ગયેલ હોવાથી કોઈએ ઓળખ્યા નહિં. તેમજ પ્રભુ વીર ને ધન્ય અને શાલીભદ્ર મુનિને વાંદવા જઈશું. તે માટે બધા વ્યાકુલ બનેલા હોવાથી કોઈએ તેમના ઉપર ધ્યાન દોર્યું નહિં. ક્ષણવાર રહી મુનિ ત્યાંથી નીકળી ગયા. ભાગ્ય યોગે ગોચરી પ્રાપ્ત કરી નગરથી નીકળી ગયા.
એટલામાં જન્માંતરની માતા ધન્યા ગામથી મહિઆરી સાથે દૂધ લઈ વેચવા સારુ નગરમાં પ્રવેશે છે. તેટલામાં પોતાના પુત્રને જોઈ રોમાશ્ચિત બની અને સ્તનથી દૂધ ધારા નીકળવા લાગી, એવી માતાએ ભક્તિથી વાંદી દહી વહોરાવ્યું. ગૌચરી આલોવી પ્રભુને હાથ જોડી શાલીભદ્રે પૂછ્યું. “હે પ્રભુ અમારું પારણુ કેવી રીતે થયું ? સ્વામીએ કહ્યું પૂર્વ જન્મની માતાના હાથથી. પછી પૂર્વ જન્મ કહ્યો ત્યારે સંવેગ પામી તેજ દહીથી પારણું કરી પ્રભુને પૂછી વૈભારગિરીએ ગયા. એક શિલાને જાતે પૂંજી ‘પાદપોપગમન’ અનશન સ્વીકાર્યું.
એટલામાં તે ભદ્રા માતા, શ્રેણીક રાજા ભક્તિથી જિનને વાંદવા પ્રભુ