________________
૨૮૦)
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ મનુષ્યદેવો નમે છે. અને પોતે ચાર જ્ઞાનના ધાગી છે. તે સાંભળી શાલીભદ્રના રોમકૂપ વિકસિત થયા. અને સામગ્રી તૈયાર કરી વાંદવા ગયો.
સૂરીએ ધર્મદેશના આપી કે સ્વકર્મથી જીવો શારીરિક અને માનસિક અનંત દુઃખો પ્રાપ્ત કરે છે. એટલામાં શાલીભદ્રે પૂછ્યું હે ભગવન્! કયું કર્મ કરવાથી આપણા ઉપર કોઈ સ્વામી ના થાય ? દીક્ષા. દીક્ષાને જે જીવો સ્વીકારે છે તેઓ ત્રાગે લોકના સ્વામી બને છે. ત્યારે ઘેર જઈ પગ પકડી ભદ્રા માતાને કહેવા લાગ્યો. “આજે મેં જિનધર્મ સાંભળ્યો જો માતા તમે અનુજ્ઞા આપો તો તેનું હું આચરણ કરું.” ભદ્રામાતાએ કહ્યું હે વત્સ! તે હંમેશા લોહના ચણા ચાવવા જેવું અત્યંત દુષ્કર છે. અને તારું તો દેવભોગથી સદા લાલન પાલન થયેલ છે. તેથી આવુ કણકારી અનુષ્ઠાન કેવી રીતે કરી શકીશ. કાયર માણસ માટે આ વાત બરાબર છે પણ વીર અને પ્રશસ્ત મનવાળા માટે કાંઈ પણ મુશ્કેલ નથી. જો આમ છે તો મનુષ્ય સંબંધી ગંધમાલામાં અભ્યાસ કરી અને કાંઈક કાંઈ (થોડો થોડો) ભોગ નો ત્યાગ કરે. તેમ સ્વીકારી દિવસે એક શવ્યા અને એક સ્ત્રીને ત્યાગ કરવા લાગ્યો.
તેજ નગરમાં ધનાઢ્ય ધન્ય નામનો શેઠ છે. જેને શાલીભદ્રની નાની બહેન પરણાવેલી છે. પતિને ન્હવરાવતી હતી ત્યારે આંસુ પડવા લાગ્યા. ભરથારે પૂછ્યું “હે ભદ્રા ! તારી આજ્ઞાનું કોને ખંડન કર્યું ? અથવા મન ઈચ્છિત કઈ વસ્તુ મળી નહિં ? તે બોલી, “મને આમાંથી કોઈ બાધા (પીડા) કરતુ. નથી. પણ મારો ભાઈ દીક્ષા લેવા તૈયાર થયો છે. રોજ એક એક સ્ત્રી અને શવ્યા છોડે છે. તેનાં લીધે મને અવૃતિ થઈ છે.” ધન્ય કહ્યું “આવું કરે તે તો હીન સત્ત્વવાળો કહેવાય” ત્યારે મશ્કરીમાં તેની અન્ય સ્ત્રીઓએ કહ્યું “જો સુકર હોય તો તમે જાતે કેમ નથી કરતા.” તમારું વચન બરાબર છે. આટલો કાલ દીક્ષા વગર ગયો. પણ અત્યારે સર્વ ત્યાગ કરતો દેખો, તેઓ બોલી અમો તો રમત કરતી હતી, તમે તો નિશ્ચયપૂર્વક બોલો છો. અનુરાગી પત્ની એવી અમને તથા ધનને અકાલ છોડો મા ! ત્યારે ધન્ય કહેવા લાગ્યો, ધન, ધાન્ય, સ્ત્રીઓ બધુ અનિત્ય જ છે. તેથી હું પ્રભુ પાસે દીક્ષા લઈશ. તો અમે પણ તમારી પાછળ દીક્ષા લઈશુ. ધન્ય બોલ્યો. ઘણું સારું, ધર્મ સ્થાનોમાં ધન વાપરી હજાર માણસો વહન કરે એવી શિબિકામાં સ્ત્રીઓ સાથે આરુઢ થયો. સગા સંબંધી પણ પાછળ પાછળ ચાલવા લાગ્યા.
વીર પ્રભુ પાસે પહોંચ્યા. શિબીકાથી ઉતરી પ્રદક્ષિણા દઈ પ્રભુને વંદન કરી કહેવા લાગ્યો કે “હે નાથ ! ભવથી ઉદ્વેગ પામેલા ભાર્યા સહિત મને