________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૯
તેની સાથે વિવાદ કરવા તૈયાર થયા. તેઓને પણ સાદ્વાદથી સ્વચ્છ થયેલી બુદ્ધિવાળા આÁકરષિએ નિરુત્તર કર્યા અને ધર્મ દેશનાથી પ્રતિબોધ પમાડ્યા. પછી ભગવાન તીર્થંકરના સમવસરણમાં મોકલ્યા. તેઓએ પણ ત્યાં જઈ દીક્ષા લીધી.
આ બાજુ શ્રેણીકરાજા ! લોક પરંપરાથી હાથીનું મુક્ત થવું વિ. આશ્ચર્યભૂત સાધુનો પ્રભાવ સાંભળી વિસ્મયથી વિકસિત લોચનવાળો અભયકુમાર વિ. પરિજન સાથે જલ્દી ત્યાં આવ્યો. સાધુને જોયા અને ભક્તિભાવથી ભરેલાં શરીરથી ત્રણ પ્રદક્ષિણા પૂર્વક વંદન કર્યું. તે આ પ્રમાણે..
હે ! તજેલાં ગૃહવાસવાળા; સકલ સંયમ ગુણોના ભંડાર; ગુણથી ગર્વિત પરતીથકોરૂપી ગજેન્દ્રનો નાશ કરવામાં સિંહ સમાન તમોને નમસ્કાર હો. સાધુએ ધર્મલાભ આપ્યો તે આ પ્રમાણે...
કલ્યાણ પદ્ધતિને કરનાર, દુઃખને હરનાર, શિવસુખ સાથે સંયોગ કરાવનાર એવો ધર્મલાભ હે નરેન્દ્ર તમને હો !
સુખશાતા પૂછી શુદ્ધભૂમિ ઉપર બેઠો. અને રાજાએ પૂછયું હે ભગવાન! આ તો મહાઆશ્ચર્ય કહેવાય કે દ્રઢબંધનમાંથી હાથીને પોતાના પ્રભાવથી મુક્ત કરાવ્યો. ત્યારે ભગવાને કીધું વનમાં મત્તેહાથીનું બંધનપાશથી મુકાવું દુષ્કર નથી. જેટલું સૂતરના તંતુઓ વડે થયેલ બંધનથી મુકાવું મને દુષ્કર લાગે છે. હે ભગવાન ! આ કેવી રીતે ? - ત્યારે પોતાના ચરિત્રરૂપ પૂર્વ વૃત્તાંત કીધો. તેથી હે મહારાજા ! જે મારા પુત્રે ચરખાના તંતુઓના બંધન આપ્યા તે સ્નેહ તંતુઓ મારા વડે પણ મુશ્કેલીથી તોડાયા માટે ગજબંધનના મોચનથી પણ દુચન રૂપે લાગ્યા. એથી મેં તમને એમ કહ્યું. આ સાંભળી ઘણાં પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. શ્રેણીક અને અભયકુમાર પણ પરિતોષ પામ્યા. અને વંદન કરી સ્વસ્થાને ગયા. મહર્ષિ પણ ભગવાન મહાવીરને વંદન કરી ઉગ્ર વિહાર વડે વિચરી કેવલજ્ઞાન ઉપાર્જન કરી પરમસુખવાળા મોક્ષને પામ્યા.
આર્દકકુમારનું કથાનક પુરું ના અહીં અભયકુમારે આદ્રકુમારને પ્રતિબોધ કરવા માટે જે કુશળતા વાપરી તેવી કુશલતા
કોસલયા મો જિણ સાસણમિ' આ પદથી સમકિતનું પહેલું ભૂષણ કહ્યું. હવે બીજું ભૂષાણ કહે છે. પ્રભાવના - એટલે તીર્થની ઉન્નતિ કરવી.