________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ તે પ્રભાવના આઠ પ્રકારે થાય છે. જેમકે પ્રવચનકાર, ધર્મકથા કરનાર, વાદિ, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાન, અણિમાદિ સિદ્ધિવાળો, કવિ, આ આઠ પ્રભાવકો કહ્યાં.
તેમાં ઉલ્લેખ માત્ર જણાવવાં શેષ દ્રષ્ટાંતો છોડી વિદ્યાસિદ્ધ “આર્યખપુટાચાર્ય' ની કથા કહે છે...
આર્ય પુટ્ટાચાર્યની કથા આજ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં નર્મદા મહાનદીનાં કિનારે ભૃગુકચ્છ (ભરુચ) નામે મહાનગર છે. એકવાર ત્યાં વિચરતાં આર્યખપૂટ નામના આચાર્ય પધાર્યા. તે ઘણાં શિષ્યના પરિવારવાળા હતા. અનેક પ્રકારની સિવિદ્યાવાળા વિઘાચકવર્તી હતા. તેઓમાં એક નાનો સાધુ જે આચાર્યનો ભાણેજ હતો. તે આચાર્યશ્રીને વંદન નમસ્કાર વગેરે સેવા કરવામાં તત્પર રહેતો. આચાર્ય વડે ગણાતી વિધાઓ તેનાં કાનમાં પડી અને વિદ્યાસિદ્ધને નમસ્કાર કરવાથી પણ વિઘાઓ સિદ્ધ થઈ જાય છે. એથી તેણે વિદ્યાઓ સિદ્ધ થઈ ગઈ. આ બાજુ ગુડશસ્ત્ર નગરથી એક સાધુ સંઘાટક આવ્યું. આચાર્યશ્રીને વાંદીને જણાવ્યું કે તે નગરમાં એક અકિયાવાદી પરિવ્રાજક આવેલો હતો. અને તે પરિવ્રાજક.. કોઈ દેવ નથી. ધર્મ નથી. પુણ્ય પાપ નથી, તેમજ પંચભૂતથી ભિન્ન અન્ય કોઈ આત્મા નથી. એ પ્રમાણે પ્રલાપ કરતો હતો. તેને આગમજ્ઞાતા એવાં સાધુઓએ હરાવ્યો. અને અપમાનથી મરી ગયો. મરીને તેજ નગરમાં વકર નામનો વ્યંતર થયો. અને પૂર્વ વૃત્તાંત જાગી અતિપ્રચંડ દૂર વિકરાળ રૂપધારી બંતર આકાશમાં રહેલો એમ કહે છે. રે રે પાપીઓ ! અધમપાખંડિઓ ! શરમ વગરના ! ત્યારે વાદમાં મને જીતનારા હવે તમે મને ઓળખો. અત્યારે વિવિધ પીડાથી હેરાન થાઓ તે રીતે મારીશ! કદાચ તમે પાતાળમાં પ્રવેશો, આકાશમાં જતાં રહો કે અન્ય કોઈ જગ્યાએ જાઓ તો પણ તમે તમારાં દુષ્કર્મથી છુટવાનાં નથી. એમ બોલતો તે વિવિધ ઉપસર્ગો વડે શ્રમણસંઘ ઉપર ઉપસર્ગ કરવા પ્રવૃત્ત થયો છે. હવે આ બાબતમાં શું કરવું તે આપના ઉપર છે.
તેની વાત સાંભળ્યા પછી તરતજ ખપુટાચાર્ય બાલવૃદ્ધવાળા ગચ્છ અને તે ભાણેજને ત્યાંજ મૂકી વિદ્યાબલથી જલ્દી “ગુડશસ્ત્ર' નગરમાં ગયા. તે બંતર પ્રતિમાના કાર્યમાં જોડાઓ લગાડી અને વસ્ત્ર ઓઢી સૂઈ ગયા. થોડીવારમાં ત્યાં પૂજારી આવ્યો અને પ્રતિમાના કાનમાં જોડાઓ લાગેલા અને આચાર્ય ભગવાનને