________________
૧૦૨
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
સુખનું સાધક બને છે. ॥ ૧૪ ॥ ॥ ૧૫ ॥
હવે આ દુષ્પ્રાપ્ય સમકિતને પ્રાપ્ત કરી શું કરવું જોઈએ તે જણાવે છે.
एयं महापुण्णफलं सहावसुद्धीऍ लद्धूण अलद्धपुव्वं । जिणाणमाणाएँ पयट्टियब्वं विसेसओ सत्तसु ठाणएसु || १६ ||
''
ગાથાર્થ :- મહાપુણ્યફળવાળું પૂર્વે પ્રાપ્ત નહિં થયેલું સ્વભાવ શુદ્ધિથી આને પ્રાપ્ત કરીને જિનેશ્વરની આજ્ઞામાં પ્રવર્તવું જોઈએ. વિશેષ કરી સાત સ્થાનમાં. જેમકે - ઘણાં ભવમાં નિમાર્ણ કરેલાં કર્મ ડુંગરા નો નાશ કરવામાં વજ્ર સમાન એવું સમકિત પુણ્ય સમૂહ નો ઉદય થયે છતે પ્રાપ્ત થાય છે.
મોક્ષ મહાવૃક્ષ નું નિરુપહત- જેની શક્તિ નાશ નથી પામી એવું બીજભૂત વિશુદ્ધ સમકિત જીવો વડે પ્રાપ્ત કરાય છે. તે વિવિધ પુણ્યનું માહાત્મ્ય છે.
સ્વભાવ શુદ્ધિ એટલે અકામ નિર્જરાદિથી કર્મનો ક્ષય થવાથી પંદર અંગની અનુક્રમે પ્રાપ્તિ થવી. તેના દ્વારા... કહ્યું છે કે...
ભૂતોમાં (પ્રાણીઓમાં) ત્રસપણું, તેમાં પંચેન્દ્રિયપણું તેથી પણ મનુષ્યત્વ, મનુષ્યમાં પણ આર્યદેશ, દેશમાં ઉત્તમકુલ, તેમાં પણ ઉત્કૃષ્ટ જાતિ, તેમાં પણ રૂપ સમૃદ્ધિ, રૂપમાં પણ બળ, બળમાં પણ જય, તેમાં પણ પ્રધાન વિજ્ઞાન, વિજ્ઞાનમાં પણ સમકિત, સમકિતમાં પણ શીલ, શીલમાં પણ ક્ષાયિકભાવ, તેમાં પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થયે છતે પ્રધાન મોક્ષ પ્રાપ્ત થાય છે.
આઠ પ્રકારનાં કર્મરૂપી તાડવૃક્ષની ગર્ભસૂચી (=મધ્યમાં રહેલ તંતુ) સમાન (કારણ કે જેમ મધ્યમાં રહેલ તંતુ નાશ પામતા સંપૂર્ણ તાડ વૃક્ષ નાશ પામી જાય છે. તેમ મોહનીય નો ક્ષય થતા શેષ કર્મ સહજમાં નાશ પામી જાય છે. - ઈતિતત્વાર્થ કારિકા મોહનીય કર્મની ઓગણસિત્તેર કોડાકોડિ સાગરોપમ સ્થિતિ યથાપ્રવૃત્તકરણ વડે ઓછી થાય ત્યારે અપૂર્વકરણ કરીને જીવ સમકિત પ્રાપ્ત કરે છે. ॥ ૧૬ ॥
હવે તે સાત ક્ષેત્ર બતાવે છે.
बिंबाण चेईहर - पुत्थयाणं, जिणाण साहूण य संजईणं । आणारुईसावय सावियाणं, समायरेज्जा उचियं तमेयं ॥ १७ ॥
ગાથાર્થ :- જિનપ્રતિમા, જિનાલય, પુસ્તક, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાનું જે ઉચિત હોય તે આચરે. ॥ ૧૭ ॥