________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૦૧
એટલે આ છ સ્થાન હોય તો જ સમકિત ટકી શકે. એવો હાર્દ છે. એટલે આ છ સ્થાન ના આધારે સમકિત રહેલું છે. આ સ્થાનો જિનેશ્વરે પ્રતિપાદન કરેલ છે. એ પ્રમાણે ગાથાર્થ થયો. ॥ ૧૩ ॥
ભૂષણાદિ કહી તેનો માહાત્મ્ય બતાવનારી ગ્રંથકાર બે ગાથા કહે છે.
मूलं इमं धम्ममहादुमस्स, दारं सुपायारमहापुरस्स । पासायपीढं व दढावगाढं, आहारभूयं धरणी व लोए ॥१४॥ પાળવાળ ય માયાં હૈં, માળિ-ખાળામળમાર્-મુત્તા-। सिल-प्पवाला ऽमललोहियक्ख सुवण्णपुण्णं व महाणिहाणं ॥ १५ ॥
-
ગાથાર્થ :- આ સમકિત ધર્મરૂપી મહાવૃક્ષનું મૂળ છે. મહાનગરરુપી જૈન ધર્મનું દ્વાર છે. દૃઢ અવગાહીને રહેનાર મહેલના પાયા ના સમાન ધર્મને દ્રઢ બનાવ છે. જેમ ધણિતલ સર્વ લોકનો આધાર છે. તેમ ધર્મનું આધારભૂત, પ્રધાન દ્રવ્ય ના ભાજન ની જેમ ધર્મરાશિનું ભાજન છે. માણિક્ય વિવિધ મણિ તેમજ સુવર્ણથી ભરેલાં મહાનિધાન ની જેમ મોક્ષાદિસુખ નું સાધક છે. ।। ૧૪ ।
તથા દ્રઢમૂળવિનાનું વૃક્ષ પવનનાં ઝપાટાથી પડી જાય છે. તેમ સમકિત વિનાનું ધર્મવૃક્ષ દ્રઢ બની શકતું નથી. જેથી મોહરૂપી પવનના ઝપાટાથી પડી જાય. ઉડે સુધી ગયેલા મૂળવાળું વૃક્ષ પણ દ્રઢ થાય છે. જેમ દ્વાર વગરનું નગર કોઈ પણ કામ કરવા સમર્થ બની શકતું નથી. (ચીજ વસ્તુ લાવી કે મોકલી શકાતી ન હોવાથી) તેમ સમકિત રૂપ દ્વાર વગરનું ધર્મનગર પણ નિરર્થક જાણવું, જે નેત્ર અને મનને પ્રસન્ન કરે તે પ્રાસાદ. જેમ પાણી સુધી ભરેલાં પાયાવાળો મહેલ દ્રઢ બને તેમ સમકિત સહિત નો ધર્મ પણ દ્રઢ બને છે.
જેમ ભૂતલ સર્વ પ્રાણીઓનો આધાર તેમ સમકિત ધર્મનો આધાર છે. જેમ કુંડ વિ. પાત્ર વિના સર્વ વસ્તુ નાશ પામી જાય છે. તેમ સમકિતરૂપ પાત્ર વિના વિવિધ ધર્મરાશિ નાશ પામી જાય. મણિ-ચંદ્રકાન્ત મણિ. આદિ શબ્દથી હીરામોતી વિ. ગ્રહણ કરવું, સૂર્યકાન્ત મણિ વિ. મુક્તા-મુક્તાફળો વિ. શિલા-સ્ફટિકપત્થર પરવાલા-વિક્રમ-મુંગો નિર્મલ લાલરત્ન, માણિક્ય અને નાનામણિ ઈત્યાદિનો દ્વન્દ સમાસ છે.
જેમ વિવિધ મણિ હીરામોતીથી પૂર્ણ નિધિ જીવને અનેક સાંસારિક સુખનું કારણ બને છે. તેમ નાના ધર્મથી યુક્ત સમકિત પણ નિરુપમ મોક્ષ