________________
૧૮૦
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ચલાવે છે. માટે નગરની રક્ષા થાય તેવું કરો. વધુ શું કહેવું હવે તો આપને યોગ્ય લાગે તેમ કરો.
તે સાંભળી હોઠ કરડી, ભવાં ચડાવી રાજાએ કોટવાળને કહ્યું અરે! નગરમાં ચોરી કેમ થઈ રહી છે ?
હે રાજન હું શું કરું ? ચોર દેખાવા છતાં પકડી શકાતો નથી. તે તો વિદ્યાથી વિજળીની જેમ ઉછળી એક ઘેરથી બીજા ઘેર જઈ કિલ્લો કૂદાવીને નાસી છૂટે છે. અને અમે રસ્તામાં તેની તરફ જઈએ તેટલામાં તો એ કયાં ગયો તેની ખબરજ પડતી નથી. લોકવાયકામાં આ સેહિસૈય નામનો મોટો ચોર છે. એવું સંભળાય છે. અને તેને નથી દેખો કે જાણ્યો. તેથી હે દેવ! બીજા કોઈને દંડપાલિકપણું (કોટવાલપા) આપી દો. હું તો ઘણાં ઉપાય કરવા છતાં આ ચોરને પકડી શકુ એમ નથી. ત્યારે રાજાએ અભયકુમાર ઉપર નજર નાંખી. ત્યારે અભયકુમારે કોટવાલને સૂચના આપી કે દિવસે સૈન્ય તૈયાર કરો. તે ચોર નગરમાં પેઠો છે. એવું જાણી બહારથી નગરને ઘેરી સજાગ થઈ ઉભા રહો. યોદ્ધાઓએ તેને તર્જના કરી અંદર હાંકવો. પાછળથી જ્યારે કૂદીને બહાર પડે ત્યારે પકડી લેવો.
કોટવાલે પણ એક દિવસ એ પ્રમાણે બધી ગોઠવણ કરી ચોર બહાર ગયો હોવાથી અજાણ હતો. ગામમાં પેઠો એ પ્રમાણે કરવાથી ચોર પકડાઈ ગયો. બાંધીને શ્રેણીક રાજાને સોંપ્યો. અને રાજાએ ક્રોધથી ફાંસીની સજા ફટકારી દીધી. અભયકુમારે કહ્યું આ ચોરીના માલ સાથે પકડાયો નથી. તેથી વિચાર્યા વગર દંડ ના કરાય. જેનાં સ્વરૂપની હજી જાણ પડી નથી તે ચોર પણ રાજપુત્ર જેવો ગણાય છે. શ્રેણીક રાજાએ કહ્યું તો શું કરવું ? અભયકુમારે કહ્યું વિચારીને દંડ આપવો જોઈએ. ત્યારે રાજાએ પૂછયું તું કોણ છે ? અને ક્યાંથી આવે છે ? શું તારું નામ રોહિૌય છે ? તેણે પોતાનું નામ સાંભળી શંકાશીલ બનીને કહ્યું હું તો શાલીગ્રામનો રહેવાસી દુર્ગચંદ્ર નામે કૌટુમ્બિક (કણબી) છું. કોઈક કામથી અહીં આવેલો નાટકના લોભે દેવકલમાં મોડી રાત સુધી રોકાયો હતો. અને ઘર ભણી જઈ રહ્યો હતો. તેટલામાં તલારક્ષકોએ હકાય. ત્યારે ડરના માર્યો મેં છલાંગ મારી કોટથી બહાર નીકળ્યો. અને તમારાં પુરુષોએ અહીં લાવ્યો. હવે બાજી આપના હાથમાં છે. તેણે જેલમાં પૂરી એક માણસ તપાસ કરવા ગામમાં મોકલ્યો. તેણે પૂછયું ત્યારે સર્વ લોકેએ પણ શેવિગેય આપણને કહેલું છે કે અહીં કોઈ પૂછવા આવે તો એમ કહેજો.” એમ વિચારી તેઓએ કહ્યું કે હા દુર્ગચંદ્ર નામનો કણબી અહીં રહે છે. પણ અત્યારે તો