SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ગામડે ગયો છે. તેથીએ ગામ આવીને સર્વ બીના અભય કુમારને કહી સંભળાવી; ત્યારે અભયકુમારે વિચાર્યુ કે આ બરાબર જાણી શકાતો નથી. અને ચોરની ખાત્રી વગરનો માણસ રાજા પણ હોઈ શકે છે. તેથી ઉપાયથી તેને ઓળખવો પડશે. દેવ વિમાન સરખી ઋદ્ધિવાળો એક સાતમાલનો મહેલ બનાવ્યો. જેમાં દેવાંગ દેવદૃષ્ય ઈત્યાદિ ઉત્તમ કોટિનાં વસ્ત્રોથી ચંદરવો બનાવ્યો. જે મોતીની માલાના છેડે વિવિધ રત્નનાં ગુચ્છાવાળો છે. વજ્ર, ઈન્દ્રનીલ, મરકતમિણ, કકેતન વિ. રત્નોનાં સમૂહથી ઉપર આકાશમાં અદ્ધર રહેલાં હોય એવાં ઈન્દ્રધનુષ્યો દશે દિશામાં રચ્યા. પાંચ વર્ણના ફૂલોથી ભોંયતળીયું શોભી રહ્યું છે. ણિમય ભૂતલ ઉપર ભીંતે ચિતરેલા ચિત્રોનો પડછાયો પડી રહ્યો છે. થાંભલા ઉપર ચામર દર્પણ લટકી રહ્યા છે. કામદેવ સરખા રૂપવાળા સેંકડો યુવાનો રહેલા છે. નવી યુવાનીથી ભરપૂર એવી સોળે શણગાર સજી અપ્સરા સરખી વેશ્યાઓ રહેલી છે. મૂર્ચ્છના- ધીમે ધીમે ધ્વનિનું નીકળવું. યુક્તવેણ વીણાની રવથી યુક્ત-તાલ-ગેય-લયવાળું કાનના અંગહારથી શોભતું નવરસથી યુક્ત. નૃત્ય - યુક્તનાટક જે વાગતા ઢોળ, તબલા વિ.થી રમણીય અને શયન આસન યુક્ત જેમાં ચારેકોરથી સૂરજનો પ્રકાશ આવરી લેવાયો છે. શ્રેષ્ઠ રત્નનાં પ્રસરતા કિરણનાં પ્રકાશથી અંધકાર દૂર કરવામાં આવ્યો છે. વધારે શું કહીએ જાણે પ્રત્યક્ષ દેવ વિમાન જ લાગે. = અભયકુમારે તેને (રોહિણૈયને) મદિરા પાઈ અને બેશુદ્ધ થતાં દેવ દૃષ્ય અંદર પલંગ ઉપર સુવડાવી દીધો. નશો ઉતરતા દેવદૂષ્ય દૂર કરી દેખવા લાગ્યો. ત્યારે પૂર્વે નહિં જોયેલ ઋદ્ધિ જોઈ ? તે વખતે અભયકુમારે શિખવાડેલ તે સ્ત્રી પુરુષો કહેવા લાગ્યા જય જય નંદા, જય જય ભદ્રા, નહિં જિતેલાં શત્રુ વર્ગને જીતો, જિતેલા કૃત્યવર્ગનું પાલન કરો, સર્વ વિઘ્નોને જીતેલાં હે દેવ! તમે પોતાનાં વિમાન મધ્યે નિશ્ચિંત પણે રહો. તમે અમારા સ્વામી છો. અમે તમારા નૌકર છીએ. તમે દેવ તરીકે ઉપન્યા છો. તેથી આ અપ્સરાઓને, આ રત્નના ઢગલાને, આ વિમાનને, આ પાંચે પ્રકારનાં ભોગોને ભોગવો. આ સાંભળી તે વિચારવા લાગ્યો શું હું દેવ તરીકે ઉપન્યો છું. તેટલામાં નાટક શરુ થયું (ખડુ થયું) જેટલામાં પેતરો ચાલુ થયો. ત્યારે સોનાનાં દંડવાલા એક પુરુષે કહ્યું અરે ! આ શું કરી રહ્યા છો ? તેણે કહ્યું પ્રભુ સમક્ષ મારી કલા દેખાડું છું. ભલે દેખાડ, પણ પહેલા દેવલોકનો આચાર દેવે (સ્વામીએ)
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy